Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નૌકા નિરર્થક પડી રહી છે, એનો ઉપયોગ કરો,
એનાથી આ સરિતાનું હૈયું ભરો,
એને ચેતન ધરો, એનું સાર્થક્ય કરો,
નૌકા નિરર્થક પડી રહી છે, એનો ઉપયોગ કરો,

તટ પર તિતીર્ષુ ટોળે વળ્યા છે એમને આધાર ધરો,
પ્રવાસીના પ્રવાસને સફળ કરો,
નૌકા નિરર્થક પડી રહી છે, એનો ઉપયોગ કરો,

એ દીસે છે અત્યંત આકર્ષક કિન્તુ એકલી શું કરશે ?
સરિતા પણ છે સુંદર, અતિશય સુંદર,
પરંતુ એથી શો હેતુ સરશે ?
એમના અંતરનું એકીકરણ કરો.
નૌકા નિરર્થક પડી રહી છે, એનો ઉપયોગ કરો.

- શ્રી યોગેશ્વરજી