તમારું મુખડું મધુથી મઢેલું,
કોઈ ધન્ય ઘડીયે ઘડેલું ... તમારુ મુખડું મધુથી મઢેલું.
ઘડવૈયો કોણ હશે એનો, કોને ચાક ચઢેલું;
કોના તનમનનું એના પર હશે પિયૂષ પડેલું ? ... તમારુ મુખડું.
મધુમય કેવું શાંત કેટલું કામણગારું કેવું,
પ્રાણવાન ને પવિત્ર પુરૂં જીવનથકી જડેલું. ... તમારુ મુખડું.
સર્જનની શોભાને સજતાં પદ્મ ન હો પ્રકટેલું,
એવું સુંદરતમ દીસે એ અક્ષય અમી અડેલું. ... તમારુ મુખડું.
રોજ રહો દ્રષ્ટિની સામે, હૈયે વસો હસેલું;
જીવન સાર્થક કરી દો મારું બનતાં સ્વર્ગ અનેરું. ... તમારુ મુખડું.
- શ્રી યોગેશ્વરજી

