Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શાંતિથકી સહેવું, દર્દ સૌ શાંતિથકી સહેવું,
કો'ને ના કહેવું, દર્દ સૌ શાંતિથકી સહેવું.

પ્રેમપંથ છે વિકટ ખરેખર પ્રથમ લખી લેવું,
વિપત્તિ વેદન વ્યથા વિચારી દિલડું પછી દેવું.
પાછળથી પસ્તાવું ના, ના શૂન્ય થઈ રહેવું ... શાંતિથકી સહેવું.

હિંમત ને ધીરજથી આગે નિત ધપતા રે'વું,
આશાને ના કદી છોડવી, વહેણ સમ વહેવું.
માર્ગ કાઢવો છોને આવે દુઃખ ગમે તેવું, ... શાંતિથકી સહેવું.

અંતર હોય અશાંત છતાંયે વચન મધુર કે'વું,
સહેવાનું પણ સદા ન રહેતું સંત કહે એવું.
એમ વિચારી સહેવામાંયે સુખ ઉત્તમ લહેવું, ... શાંતિથકી સહેવું.

- શ્રી યોગેશ્વરજી