Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
રાષ્ટ્રને રક્ષવા માટે ગયેલા મોરચા ઉપર નાથ !
યુદ્ધમાં પાછા જો જો પડોના બીજા સૈનિકાની સાથ.
અરજ છે એટલી મારી, માની લેજો માતને પ્યારી.

ઘેનભર્યા જયહિંદના નારે વીર, ઝઝૂમો જંગ,
છાતી મારી ત્યારે ગજ ગજ ફૂલે, ખેલો શોણિતને રંગ;
મને યાદ કરશો જરા ના, વહો નિજ ધર્મધુરા ત્યાં !

કોટિ જનોની આઝાદી કેરા રક્ષક છો તમે સાચ;
ભૂલશો ના એ, આજુબાજુ ભલે થાય ગોળીનો નાચ.
રમે કાળ રાસ ભલેને, નિરુત્સાહ બનતા રખેને !

મોરચા ઉપર મોત મળે તો ભેટી લેજો કરી ભાવ;
દેશને કાજે કુરબાની છે દેવતાનો શરપાવ;
મને શાંતિ મળશે એથી, ખપી ગયા યુદ્ધે સુણ્યેથી.

જીતીને આવો તો રંગે મળીશું, નહિ તો પછી થશે મેળ;
હારીને આવો તો કાળજામાં મારો કાળો છવાશે કેર;
લડી લેજો મોતને ઘોળી, ભલે અરિની થાય હોળી !

માતાને હોય મુસીબત ત્યારે શાંત રહે શે પ્રાણ ?
આવી રહી છું મદદે તમારી, રાખી હથેળીમાં જાન,
વધેરું દુશ્મન માથાં, આવું બાંધી વીરતા ભાથાં !

- શ્રી યોગેશ્વરજી