ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ

ભજો રે ભૈયા રામગોવિંદ હરિ (સ્વર - શેખર સેન, એમ. એસ. શુભલક્ષ્મી)
MP3 Audio

ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ,
રામ ગોવિંદ હરિ ... ભજો રે ભૈયા

જપ તપ સાધન કછુ નહીં લાગત,
ખરચત નહીં ગઠરી ... ભજો રે ભૈયા

સંતત સંપત સુખ કે કારન,
જાસે ભૂલ પરી ... ભજો રે ભૈયા

કહત કબીર જા મુખ રામ નાહીં
તા મુખ ધૂલ ભરી ... ભજો રે ભૈયા.

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે ઈશ્વરનું સ્મરણ કરો. જપ, તપ વગેરે સાધનો એવા છે કે જેમાં કોઈ જાતનો ખર્ચ નથી કરવો પડતો. એટલે ધની હોય કે નિર્ધન - કોઈ પણ એનો આધાર લઈ શકે છે. વળી સંતતિ અને સંપત્તિ એ બે વસ્તુ એવી છે કે જેને કારણે માનવને બહારથી સુખનો અનુભવ થતો લાગે છે પણ એમ માનવામાં ભૂલ રહેલી છે. જે મર્યા પછી સાથે નથી આવવાની એવી દુન્યવી સંપત્તિ અને જે સંબંધો અહીં જ છોડીને જતા રહેવું પડવાનું છે એને માટે સમય બગાડવા જેવો નથી, ઈશ્વરનું સ્મરણ જ સાથે આવવાનું છે. માટે હે માનવ, તું રામ કે ગોવિંદને ભજ. અંતે કબીર સાહેબ કહે છે જે આ પ્રમાણે નથી ચાલતો, માનવદેહ મેળવીને પણ પ્રભુના ગુણાનુવાદ નથી ગાતો, તેનું જીવન નિરર્થક છે. જેના મુખમાં રામ નથી તે મુખમાં ધૂળ પડેલી જાણજો.

English

Bhajo re bhaiya Ram Govind Hari,
Ram Govind Hari … bhajo re bhaiya

jap tap sadhan nahin kachhu lagat,
kharachat nahin gathari … bhajo re bhaiya

santat sanpat sukh ke karan,
jase bhool pari … bhajo re bhaiya

kahat Kabir ja mukh Ram nahin,
ta mukh dhool bhari … bhajo re bhaiya

Hindi

भजो रे भैया राम गोविंद हरी,
राम गोविंद हरी … भजो रे भैया

जप तप साधन नहिं कछु लागत,
खरचत नहिं गठरी … भजो रे भैया

संतत संपत सुख के कारन,
जासे भूल परी … भजो रे भैया

कहत कबीर जा मुख राम नहीं,
ता मुख धूल भरी … भजो रे भैया

Today's Quote

In just two days, tomorrow will be yesterday.
- Anonymous
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.