મત કર મોહ તુ
MP3 Audio
મત કર મોહ તુ, હરિભજન કો માન રે.
નયન દિયે દરશન કરને કો,
શ્રવણ દિયે સુન જ્ઞાન રે ... મત કર
વદન દિયા હરિગુણ ગાને કો,
હાથ દિયે કર દાન રે ... મત કર
કહત કબીર સુનો ભાઈ સાધો,
કંચન નિપજત ખાન રે ... મત કર
- સંત કબીર
પ્રસ્તુત પદમાં કબીર સાહેબ હરિભજન કરવાનો સંદેશ આપે છે. તેઓ કહે છે કે આ સંસારમાં મોહ કરવા જેવું કશું નથી. સ્ત્રી, ઘર, સંતાન, ધન વગેરેની માયા કરવી નકામી છે. અંત સમયે માત્ર હરિભજન જ કામ આવવાનું છે. તેઓ મનુષ્યને કહે છે કે ભગવાને તને આંખો પ્રભુના દર્શન કરવા માટે આપેલી છે, કાન પ્રભુનું નામ સાંભળવા માટે આપેલા છે, વાણી હરિના ગુણગાન ગાવા માટે અને હાથ સત્કર્મો કરવા માટે આપેલા છે. જ્યાં સુધી તારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તું આ બધી ઈન્દ્રિયો વડે એ કામ કરી લે. એક વાર પ્રાણ શરીરમાંથી નીકળી ગયા પછી કશું જ થઈ શકવાનું નથી. જેમ ખાણમાંથી ખોદીને તારવીને સોનું પ્રાપ્ત કરવામાં આવે છે એવી જ રીતે આ મનુષ્ય દેહ એક ખાણ સમાન છે. એમાં તું હરિનામનું કંચન પ્રાપ્ત કરી લે. આત્મ તત્વની અનુભૂતિ કરી લે. ઈશ્વરને પ્રાપ્ત કરી લે.
English
mat kar moh tu,
hari bhajan ko maan re
nayan diye darshan karne ko,
shravan diye sun gyan re ... mat kar
vadan diya hari gun gane ko,
hath diye kar daan re ... mat kar
kahat kabir suno bhai sadho,
kanchan nipajat khan re ... mat kar
Hindi
मत कर मोह तु, हरिभजन को मान रे.
नयन दिये दरशन करने को,
श्रवण दिये सुन ज्ञान रे ... मत कर
वदन दिया हरिगुण गाने को,
हाथ दिये कर दान रे ... मत कर
कहत कबीर सुनो भाई साधो,
कंचन निपजत खान रे ... मत कर