અવસર બાર બાર નહીં આવૈ

અવસર બાર બાર નહીં આવૈ (સ્વર - મદન ગોપાલ)

MP3 Audio

અવસર બાર બાર નહિં આવૈ…
જો ચાહો કરિ લેવ ભલાઈ, જનમ જનમ સુખ પાવૈ… અવસર

તન મન ધન મેં નહિં કછુ અપના, છાંડી પલક મેં જાવૈ
તન છૂટે ધન કૌન કામ કે, કૃપિન કાહે કો કહાવૈ… અવસર

સુમિરન ભજન કરો સાહબ કો, જાસે જીવ સુખ પાવૈ,
કહત કબીર પગ ધરે પંથ પર, યમ કે ગણ ન સતાવૈ… અવસર.

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ માનવ જીવનની મહત્તા ગાય છે. તેઓ કહે છે કે આ માનવજન્મ દુર્લભ છે, વારંવાર મળતો નથી. એથી પ્રભુને ભજી લો તો જન્મોજન્મનું સુખ મેળવી લેશો. તન, મન, ધન કશું જ આપણું નથી, તેને તો મૃત્યુ આવતાં પળમાં ત્યાગીને જતા રહેવું પડશે. જે છોડીને જતું રહેવાનું છે તેને માટે શું કામ મમતા કરવી, શા માટે કૃપણ કહેવડાવું ? એથી કબીર સાહેબ કહે છે કે જેનાથી સાચું સુખ મળે છે તે ભગવાનનું ભજન કરો. જો એમ કરશો તો મૃત્યુ પણ તમારું કંઈ બગાડી નહીં શકે. યમના દૂતો તમને નહીં સતાવે. તમે જીવતાં જ મૃત્યુ પર વિજય મેળવી શકશો.

English

avasar bar bar nahin aavai…
jo chaho kari lev bhalaee,
janam janam sukh pavai… avasar

tan man dhan men nahin kachhu apana,
chhandi palak men javai
tan chhoote dhan kaun kam ke,
kripin kahe ko kahavai… avasar

sumiran bhajan karo sahab ko,
jase jiv sukh pavai,
kahat kabir pag dhare panth par,
yam ke gan n satavai… avasar.

Hindi

अवसर बार बार नहिं आवै…
जो चाहो करि लेव भलाई, जनम जनम सुख पावै… अवसर

तन मन धन में नहिं कछु अपना, छांडी पलक में जावै
तन छूटे धन कौन काम के, कृपिन काहे को कहावै… अवसर

सुमिरन भजन करो साहब को, जासे जीव सुख पावै,
कहत कबीर पग धरे पंथ पर, यम के गण न सतावै… अवसर.

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.