અબ મૈં રામ કે ગુણ ગાઉં

અબ મૈં રામ કે ગુણ ગાઉં (સ્વર - મદન ગોપાલ)

MP3 Audio

અબ મૈં રામ કે ગુણ ગાઉં,
રામ કે ગુણ ગાઉં અપને શ્યામ કે ગુણ ગાઉં ... અબ મૈં

ગંગા નહાઉં ન જમુના નહાઉં, ના કોઈ તીરથ જાઉં
અડસઠ તીરથ હૈ ઘટમાંહી, કાહે મૈં મલ મેં નહાઉં ... અબ મૈં.

ડાલી ન તોડું, પાતી ન તોડું, ના કોઈ જીવ સતાઉં
પાત પાત મેં રામ બસત હૈ, વહીં કો શીશ નમાઉં ... અબ મૈં

યોગી ન હોઉં, ન જટા રખાઉં, ના અંગ ભભૂત લગાઉં,
જો રંગ રંગા આપ વિધાતા, ઓર ક્યા રંગ ચઢાઉં ... અબ મૈં

જાન કુલ્હાડા કસ કસ માર શબદ કમાન ચઢાઉ
પાંચો ચોર બસે ઘટ માંહી વહીં કો માર ભગાઉં ... અબ મૈં

ચાંદ સૂર્ય દોનોં સમ કર જાનું, પ્રેમ કી સેજ બિછાઉં,
કહત કબીર સુનો ભાઈ સાધો, આવાગમન મીટાઉ ... અબ મૈં

- સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ હરિસ્મરણને ઉત્તમ સાધન બતાવી પ્રભુના ગુણ ગાવાનું કહે છે. તેઓ કહે છે કે ગંગા કે યમુનામાં નહાવાની કે તીર્થયાત્રા કરવા જવાની મારે કોઈ આવશ્યકતા નથી કારણ કે અડસઠ તીર્થો આ માનવદેહમાં જ વસેલા છે તો એની જ યાત્રા શા માટે ન કરું ? શા માટે બહાર જઈ એ તીર્થોના મલિન પાણીમાં સ્નાન કરું ? પૂજાવિધિ માટે ફુલ, પર્ણો તોડવાની પણ મારે કોઈ જરૂર નથી, કે નથી જરૂર કોઈ વિધિવિધાન કે બલિદાન આપી જીવોને પીડા પહોંચાડવાની. કણ કણમાં અને પ્રાણીમાત્રમાં પ્રભુ વસી જ રહ્યો છે. તો પછી એને જ શા માટે નમન ન કરું ? એ જ રીતે યોગી થઈને જટા રાખવાની, અંગે ભભૂત લગાવવાની પણ મારે જરૂર નથી. જે રૂપરંગ ભગવાને આપ્યું છે તે યોગ્ય જ છે. એને બાહ્ય પદાર્થોથી બદલવાની મારે જરૂર નથી. ખરેખર જે કરવા જેવું છે તે તો આ છે - પંચમહાભૂતના શરીરમાં જે કામક્રોધાદિ વિકારો રહેલા છે તેને જ્ઞાન વડે દૂર કરું. પ્રાણનો સંયમ કરું - સૂર્ય અને ચંદ્ર નાડીને સમ કરી પ્રભુનું આરાધન કરું. અને એમ કરી સદેહે જ મુક્તિનો અનુભવ કરું. એમ કરી આ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાઉં.

English

ab main Ram ke gun gaun,
Ram ke gun gaun apane Shyam ke gun gaun.

Ganga nahaun n Jamuna nahaun,
na koee tirath jaun
adasath tirath hai ghata mahi,
kahe main mal men nahaun ... ab main.

dali n todun, patti n todun,
na koi jiv sataun
pat pat men Ram basat hai,
vahin ko shish namaun ... ab main

Yogi n houn, n jata rakhaun,
na ang bhabhoot lagaun,
jo rang ranga aap vidhata,
or kya rang chadhaun ... ab main

jan kulhada kas kas mar
shabad kaman chadhau
pancho chor base ghat manhi
vahin ko mar bhagaun ... ab main

chand surya donon sam kar janun,
prem ki sej bichhaun,
kahat Kabir suno bhai sadho,
aavagaman mitau ... ab main

Hindi

अब मैं राम के गुण गाउं,
राम के गुण गाउं अपने श्याम के गुण गाउं ... अब मैं

गंगा नहाउं न जमुना नहाउं, ना कोई तीरथ जाउं
अडसठ तीरथ है घटमांही, काहे मैं मल में नहाउं ... अब मैं.

डाली न तोडुं, पाती न तोडुं, ना कोई जीव सताउं
पात पात में राम बसत है, वहीं को शीश नमाउं ... अब मैं

योगी न होउं, न जटा रखाउं, ना अंग भभूत लगाउं,
जो रंग रंगा आप विधाता, ओर क्या रंग चढाउं ... अब मैं

जान कुल्हाडा कस कस मार शबद कमान चढाउ
पांचो चोर बसे घट मांही वहीं को मार भगाउं ... अब मैं

चांद सूर्य दोनों सम कर जानुं, प्रेम की सेज बिछाउं,
कहत कबीर सुनो भाई साधो, आवागमन मीटाउ ... अब मैं

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.