Text Size

Katha

Adhyay 2, Valli 2, Verse 11-15

सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्रादोषैः ।
एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन ब्राह्मः ॥११॥
suryo yatha sarva-lokasya chakshur
na lipyate chakshushair bahya doshaih ।
ekas tatha sarva-bhut-antar-atma
na lipyate loka-duhkhena bahyah ॥11॥

લોકોની આંખોના દોષો જેમ સૂર્યને ના લાગે,
તેમ રહે પ્રભુ સૌમાં, તોયે અલિપ્ત છે દુઃખથી સાચે. ॥૧૧॥
*
एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥१२॥
eko vashi sarva-bhut-antar-atma
ekam rupam bahudha yah karoti ।
tam atmastham ye anupashyanti dhirah
tesham sukham shashvatam n etaresham ॥12॥

અંતર્યામી એક જ પ્રભુ તે અનેક રૂપો ધારે છે,
રહે જગતમાં ને તેનાથી બહાર પણ એ વાસે છે;
જીવમાત્રની અંદર છે તે, તેને જે જાણી લે છે,
તે જ્ઞાની શાશ્વત સુખ પામે, બીજા ના પામે તેને. ॥૧૨॥

नित्योऽनित्यानां चेतनश्चेतननामेको बहूनां यो विदधाति कामान् ।
तमामत्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥१३॥
nityo nityanam chetanash chetananam
eko bahunam yo vidadhati kaman ।
tam atmastham ye anupashyanti dhirah
tesham shantih shashvati n etaresham ॥13॥

નિત્ય એક જે ચેતન સૌનું, સકલ વિશ્વનો જે ભર્તા,
એક છતાંયે અનેકની જે ઈચ્છાઓ પૂરી કરતા;
જીવમાત્રની અંદર છે તે, તેને જે જાણી લે છે,
તે જ્ઞાની શાશ્વત સુખ પામે, બીજા ના પામે તેને. ॥૧૩॥
*
નચિકેતા વિચારે છે

तदेतदिति मन्यन्तेऽनिर्दश्यं परमं सुखम् ।
कथं नु तद्विजानीयां किमु भाति विभाति वा ॥१४॥
tat-etad-iti manyante anirdeshyam paramam sukham ।
katham nu tad vijaniyam kim u bhati vibhati va ॥14॥

પરમશાંતિ સુખ છે પરમાત્મા, એ જ્ઞાનીજનથી જાણ્યું,
કોણ પ્રકાશે તેને, તેને યથાર્થ રૂપે શેં જાણું ! ॥૧૪॥
*
યમ કહે છે

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विधुतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्व तस्य भासा सर्वमिदं विभाति ॥१५॥
na tatra suryo bhati na chandra tarakam
nema vidyuto bhanti kutah-ayam agnih ।
tam eva bhantam anubhati sarvam
tasya bhasa sarvam idam vibhati ॥15॥

સૂર્ય પ્રકાશે ત્યાં ના, તારક ચંદ્ર પ્રકાશી ત્યાં ન શકે,
વીજ પ્રકાશે ના, તો તેને અગ્નિ પ્રકાશી કેમ શકે ?
તેનો પ્રકાશ પામી સૂર્ય વગેરે સર્વ પ્રકાશે છે,
તેનો પ્રકાશ પામીને આ સૃષ્ટિ બધીય પ્રકાશે છે. ॥૧૫॥
*
બીજો અધ્યાય, બીજી વલ્લી પૂરી
iti katha upanishadi dvitiya adhyaye dvitiya valli ॥

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok