Tuesday, July 07, 2020

કઠોપનિષદ

Adhyay 2, Valli 3, Verse 01-05

॥ अथ द्वितीय अध्याय, तृतीय वल्ली॥
બીજો અધ્યાય | ત્રીજી વલ્લી


સંસારને પીપળાની ઉપમા

ऊर्ध्वमूलोऽवाक्शाखः एषोऽश्वत्थः सनातनः ।
तदेव शुक्रं तद् ब्रह्म तदेवामृतमुच्यते ।
तस्मिल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन ॥ एतद् वै तत् ॥१॥
urdhva mulo avak-shakhah esho ashvatthah sanatanah ।
tat-eva shukram tad brahma tat-eva-amrutam uchyate ।
tasmin lokah shritah sarve tadu na-atyeti kashchana ।
etad vai tat ॥1॥

જગત સર્વ આ કાયમ એવું પીપળાનું છે વૃક્ષ કહ્યું,
નીચે તેની શાખા સઘળી, ઊપર પ્રભુનું મૂળ રહ્યું.
તે પ્રભુ અમૃત કે’વાયે છે, બ્રહ્મતત્વ પણ કે’વાયે,
તેનો છે આધાર જગતને, અધીન તેને સૌ ચાલે. ॥૧॥
*
यदिदं किं च जगत्सर्वं प्राण एजति नि:सृतम् ।
महद्भयं वज्रमुद्यतं य एतद्विदुरमृतास्ते भवन्ति ॥२॥
yad idam kim cha jagat sarvam prana ejati nihsrutam ।
mahat bhayam vajram udyatam ya etat vidur amritaste bhavanti ॥2॥

પરમેશ્વરથી જગત થયું છે, પરમેશ્વરમાં રે’છે તે,
પ્રવૃત્તિ કરે જે કૈં તે સૌ પરમેશ્વરને લીધે છે;
વજ્રસમા તે પરમેશ્વર છે, સૌ તેની આજ્ઞા પાળે,
તેને જે જાણી લે જન તે અમર ખરે જ બની જાયે. ॥૨॥
*
भयादस्याग्निस्तपति भयात् तपति सूर्य: ।
भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चम: ॥३॥
bhayat asya agnih tapati bhayat tapati suryah ।
bhayat indrah cha vayuh cha mrutyur dhavati panchamah ॥ 3॥

તેના ભયથી અગ્નિ તપે છે, તેના ભયથી સૂર્ય તપે,
તેના ભયથી સૂર્ય વાયુ ને મૃત્યુ કર્મમાં તત્પર છે. ॥૩॥
*
इह चेदशकद् बोद्धुं प्राक् शरीरस्य  विस्त्रस: ।
तत: सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते ॥४॥
iha ched-ashakad boddhum prak sharirasya visrasah ।
tatah sargeshu lokeshu shariratvaya kalpate ॥4॥

મૃત્યુ પહેલાં મનુષ્ય પ્રભુને પામે તો તો સારું છે,
નહિ તો જન્મમરણ-ચક્કરમાં કૈં કલ્પ લગી જાવું છે. ॥૪॥
*
જુદાજુદા લોક વિશે


यथाऽऽदर्शे तथाऽऽत्मनि यथा स्वप्ने तथा पितृलोके ।
यथाप्सु परीव ददृशे तथा गन्धर्वलोके छायातपयोरिव ब्रह्मलोके ॥५॥
yatha''darshe tatha'atmani yatha swapne tatha pitru-loke ।
yatha'psu pariva dadrushe tatha gandharva-loke chaya-tapayoh eva brahma-loke ॥5॥

દર્પણમાં દેખાયે જેવી કોઈ વસ્તુ સ્પષ્ટપણે,
તેમજ અંતરમાં પ્રભુદર્શન થઈ શકે છે સ્પષ્ટપણે.
સ્વપ્નમહીં દેખાતી વસ્તુ અસ્પષ્ટપણે દેખાયે,
પિતૃલોકમાં તેમજ પ્રભુજી અસ્પષ્ટપણે દેખાયે;
જલમાં તો લહરીને લીધે વસ્તુ હલતી લાગે છે,
તેમ હલે ગંધર્વલોકમાં મન, ત્યાં પ્રભુ ના ભાસે છે.
બ્રહ્મલોકમાં ભ્રાંતિ નથી, ત્યાં જ્ઞાન હમેશા જાગે છે,
છાયા પ્રકાશ જેવા જૂદા ત્યાં પરમાત્મા લાગે છે. ॥૫॥

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok