Lanka Kand
Angad give his introduction
अंगद और रावण का संवाद
रे कपिपोत बोलु संभारी । मूढ़ न जानेहि मोहि सुरारी ॥
कहु निज नाम जनक कर भाई । केहि नातें मानिऐ मिताई ॥१॥
अंगद नाम बालि कर बेटा । तासों कबहुँ भई ही भेटा ॥
अंगद बचन सुनत सकुचाना । रहा बालि बानर मैं जाना ॥२॥
अंगद तहीं बालि कर बालक । उपजेहु बंस अनल कुल घालक ॥
गर्भ न गयहु ब्यर्थ तुम्ह जायहु । निज मुख तापस दूत कहायहु ॥३॥
अब कहु कुसल बालि कहँ अहई । बिहँसि बचन तब अंगद कहई ॥
दिन दस गएँ बालि पहिं जाई । बूझेहु कुसल सखा उर लाई ॥४॥
राम बिरोध कुसल जसि होई । सो सब तोहि सुनाइहि सोई ॥
सुनु सठ भेद होइ मन ताकें । श्रीरघुबीर हृदय नहिं जाकें ॥५॥
(दोहा)
हम कुल घालक सत्य तुम्ह कुल पालक दससीस ।
अंधउ बधिर न अस कहहिं नयन कान तव बीस ॥ २१ ॥
MP3 Audio
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
(દોહરો)
સંભાળીને બોલજે કપિસુત, કોણ કહે,
તારો જનક તું કોણ ને ક્યાં એ મિત્ર રહે ?
મને ઓળખ્યો તેં નથી, દેવોનો રિપુ હું;
અંગદ બોલ્યો વાલિનો કુમાર અંગદ છું.
મેળાપ થયો તેમની સાથ કદી તારો ?
ક્ષોભિત બોલ્યો વાલિનો, વાનર એ ન્યારો.
એ જ વાલિનો પુત્ર તું કુળઘાતક પાક્યો,
વંશાનલ તેં બાહુબળસ્વાદ નથી ચાખ્યો.
દૂત થયો તાપસતણો; વાલિ કુશળ ક્યાં છે ?
કહ્યું અંગદે દસ દિવસ વીત્યા પછી તને,
મેળાપ થશે વાલિનો, આલિંગી ત્યારે,
કુશળ એમનું પૂછજે ભાવથકી ભારે.
રામવિરોધીનું તને કુશળ કહેશે તે;
હોય હૃદય ના રામ તો કુશળ થવાયે શે ?
કુળઘાતક હું સત્ય તું કુળપાલક દસશીશ;
બધિર અંધ પણ ના કહે; નયન કાન તુજ વીસ.
*
શિવવિરંચિ સુરમુનિસમુદાય પ્રીત જેમની ચહે સદાય,
દૂત એમનો અલ્પ થયો, કુળતારક હું પરમ બન્યો.
બુદ્ધિ વિપરીત છે તારી, બંધ પડે ઉર ના ભારી;