Lanka Kand
Dialogue between Angad and Ravan continue
अंगद और रावण का संवाद
सिव बिरंचि सुर मुनि समुदाई । चाहत जासु चरन सेवकाई ॥
तासु दूत होइ हम कुल बोरा । अइसिहुँ मति उर बिहर न तोरा ॥१॥
सुनि कठोर बानी कपि केरी । कहत दसानन नयन तरेरी ॥
खल तव कठिन बचन सब सहऊँ । नीति धर्म मैं जानत अहऊँ ॥२॥
कह कपि धर्मसीलता तोरी । हमहुँ सुनी कृत पर त्रिय चोरी ॥
देखी नयन दूत रखवारी । बूड़ि न मरहु धर्म ब्रतधारी ॥३॥
कान नाक बिनु भगिनि निहारी । छमा कीन्हि तुम्ह धर्म बिचारी ॥
धर्मसीलता तव जग जागी । पावा दरसु हमहुँ बड़भागी ॥४॥
(दोहा)
जनि जल्पसि जड़ जंतु कपि सठ बिलोकु मम बाहु ।
लोकपाल बल बिपुल ससि ग्रसन हेतु सब राहु ॥ २२(क) ॥
पुनि नभ सर मम कर निकर कमलन्हि पर करि बास ।
सोभत भयउ मराल इव संभु सहित कैलास ॥ २२(ख) ॥
MP3 Audio
રાવણ અને અંગદ વચ્ચે સંવાદ
કઠોર કપિની સુણતાં વાણ બોલ્યો રાવણ ક્રોધિત પ્રાણ,
નીતિધર્મની વાત કહું તેથી કટુ તુજ શબ્દ સહું.
બોલ્યો કપિ તું ધર્મપ્રાણ, પરસ્ત્રી ચોરી ધરતાં ધ્યાન.
કરી દૂતની રક્ષા તેં, ધર્મવ્રતી તું ઉત્તમ છે,
નાક કાન વિણ ભગિની થઈ તોય દંડ તેં કર્યો નહીં,
ધર્મ વિચારી ક્ષમા કરી, ધર્મશીલતા ખ્યાત ખરી.
દર્શન પામી તારું આજ બડભાગ થયો કાયમકાજ.
(દોહરો)
જડ કપિ, ના કર જલ્પના, નિહાળ મુજ ભુજને,
લોકપાલ બળ વિપુલ શશિ, રાહુ કાળરૂપ એ.
નભસર મમકરનિકરના કમળે કરતાં વાસ,
સુશોભિત બન્યો હંસસમ શંભુસહિત કૈલાસ.