if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम के हाथों रावण का नाश
 
सायक एक नाभि सर सोषा । अपर लगे भुज सिर करि रोषा ॥
लै सिर बाहु चले नाराचा । सिर भुज हीन रुंड महि नाचा ॥१॥
 
धरनि धसइ धर धाव प्रचंडा । तब सर हति प्रभु कृत दुइ खंडा ॥
गर्जेउ मरत घोर रव भारी । कहाँ रामु रन हतौं पचारी ॥२॥
 
डोली भूमि गिरत दसकंधर । छुभित सिंधु सरि दिग्गज भूधर ॥
धरनि परेउ द्वौ खंड बढ़ाई । चापि भालु मर्कट समुदाई ॥३॥
 
मंदोदरि आगें भुज सीसा । धरि सर चले जहाँ जगदीसा ॥
प्रबिसे सब निषंग महु जाई । देखि सुरन्ह दुंदुभीं बजाई ॥४॥
 
तासु तेज समान प्रभु आनन । हरषे देखि संभु चतुरानन ॥
जय जय धुनि पूरी ब्रह्मंडा । जय रघुबीर प्रबल भुजदंडा ॥५॥
 
बरषहि सुमन देव मुनि बृंदा । जय कृपाल जय जयति मुकुंदा ॥६॥
 
(छंद)
जय कृपा कंद मुकंद द्वंद हरन सरन सुखप्रद प्रभो ।
खल दल बिदारन परम कारन कारुनीक सदा बिभो ॥
सुर सुमन बरषहिं हरष संकुल बाज दुंदुभि गहगही ।
संग्राम अंगन राम अंग अनंग बहु सोभा लही ॥
 
सिर जटा मुकुट प्रसून बिच बिच अति मनोहर राजहीं ।
जनु नीलगिरि पर तड़ित पटल समेत उड़ुगन भ्राजहीं ॥
भुजदंड सर कोदंड फेरत रुधिर कन तन अति बने ।
जनु रायमुनीं तमाल पर बैठीं बिपुल सुख आपने ॥
 
(दोहा)
कृपादृष्टि करि प्रभु अभय किए सुर बृंद ।
भालु कीस सब हरषे जय सुख धाम मुकंद ॥ १०३ ॥

MP3 Audio

 
શ્રીરામ રાવણનો નાશ કરે છે
 
(દોહરો)           
એક સાયકે નાભિનું અમૃતસર શોષ્યું,
અન્ય શરે શિર ને ભુજા કાપી ધડ તોડયું.
 
શિરભુજારહિત નાચવા ધડ એ ત્યાં લાગ્યું,
પછી દોડવા; દિલ મૃદુલ ધરતીનું ભાગ્યું.
 
બે ખંડ કર્યા ધડતણા પ્રભુએ મારી બાણ,
બોલ્યો રાવણ ‘રામ ક્યાં, મારું’ મરતાં વાણ.
*
ડોલી ધરા પડયે દસકંધર, ક્ષોભ થયો ગિરિ સરિતા અંદર;
દિગ્ગજ સિંઘુ અશાંત બન્યા, પૃથ્વી પર બે ખંડ પડયા.
 
(દોહરો)           
ભુજાશીશ મંદોદરી આગળ રાખીને,
બાણ સકળ જગદીશની પાસ પહોંચીને,
 
પ્રવેશી નિષંગે ગયાં હરખ્યા સુર સઘળા;
તેજ સમાયું અસુરનું રામતણા મુખમાં.
 
દેવ વગાડી વાદ્યને પુષ્પોને વરસ્યા,
મુનિ બ્રહ્માએ શંકરે જયજયકાર કર્યા.
 
(છંદ)
જય કૃપામૂળ મુકુંદ દ્વંદ્વહરણ શરણ સુખપ્રદ પ્રભો,
ખલદલવિદારણ પરમકારણ દયાસિંધુ સદા વિભો;
સુર સુમન વરસ્યા તથા દુંદુભિ વગાડી પ્રેમે રહ્યા,
સંગ્રામમાં શ્રીરામનાં અંગો અનંગસમાં થયાં.
 
શિરજટામુકુટ પ્રસૂન વચ્ચે અતિમનોહર રાજતાં,
એ નીલગિરિ પર તડિત પટલસમેત ઉડુગણ નાચતા;
ભુજદંડ શરકોદંડ દીસે રુધિરકણ તન પર વળી,
જાણે તમાલ ઉપર વિરાજે રાયમુનિપંખી ફરી.
 
(દોહરો)           
કૃપાદષ્ટિથી રઘુવરે સુરને અભય કર્યા,
ભાલુ તથા કપિ જયસ્વરે સર્વ પ્રસન્ન થયા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.