માંડૂક્ય ઉપનિષદ

Verse 07-09

ચોથો પ્રકાર

नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं नाप्रज्ञम् । 
अदृष्टमव्यवहार्यम ग्राह्यमलक्षणं अचिन्त्यमव्यपदेश्यमेकात्म
प्रत्ययसारं प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं
चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः ॥७॥

nantah prajnam na bahish-prajnam nobhayatah-prajnam
na prajnanaghanam na prajnam na aprajnam ।
adrishtam avyavaharyam agrahyama lakshanam
achintyam avyapadeshyam ekatma pratyaya-saram
prapanch upashamam shantam shivam-advaitam
chaturtham manyante sa atma sa vijneyah ॥7॥

જેને જ્ઞાન બહારનું ન કે અંદરનું પણ જ્ઞાન નહીં,
જે ના જ્ઞાનસ્વરૂપ, નહીં જે જ્ઞાતા અ-જ્ઞાતાય નહીં;
જે દેખાય નહીં, ન જણાયે, ગ્રહણ થાય ના સમજાયે,
જેમાં કૈંય પ્રપંચ છે નહીં, મંગલ શાંત હમેશાં જે;
નિરાકાર તે રૂપ ગણાયે પરમાત્માનું ચોથું રૂપ,
તે છે પરમાત્મા વાસ્તવમાં, જાણી લેવું તે જ સ્વરૂપ. ॥૭॥
*
ૐકાર ને પરમાત્માની એકતા

सोऽयमात्माध्यक्षरमोङ्करोऽधिमात्रं पादा मात्रा
मात्राश्च पादा अकार उकारो मकार इति ॥८॥

so'yam atma adhyaksharam omkaro adhi-matram pada matra
matrash cha pada a-kara u-karo ma-kara iti ॥8॥

પ્રભુનાં આ ત્રણ રૂપ કહ્યાં તે સમાયલાં ૐકાર મહીં,
ત્રણ માત્રા ૐકાર તણી તે વાચક છે આ રૂપતણી. ॥૮॥
*
जागरितस्थानो वैश्वानरोऽकारः प्रथमा मात्राऽऽप्तेरादिमत्त्वाद्
वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ॥९॥

jagarita-sthano vaishvanaro akarah prathama matra
apteradimat tvad va apnoti ha vai
sarvan kaman adish cha bhavati ya evam veda ॥9॥

પહેલી માત્રા અકાર છે તે વ્યાપ્ત બધા શબ્દોમાં છે,
આદિ છે વળી, તેથી તે છે પ્રથમ રૂપ પ્રભુનું સાચે.
આવી રીતે જાણી લે તે ભોગ બધાયે પ્રાપ્ત કરે,
થઈ જાય છે શ્રેષ્ઠ જગતમાં ઉપાસના જે આમ કરે. ॥૯॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.