માંડૂક્ય ઉપનિષદ

Verse 10-12

स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात्
उभयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति
नास्याब्रह्मवित्कुले भवति य एवं वेद ॥१०॥

svapna sthanas taijasa u-karo dvitiya
matrotkarshat ubhayatvad utkarshati ha vai
jnanasantatim samanash cha bhavati
nasya brahmavit kule bhavati ya evam veda ॥10॥

બીજી માત્રા ઉકાર છે તે અકારથી છે શ્રેષ્ઠ ખરે,
‘અ અને મ’ની વચ્ચે તેથી બંને વચ્ચે મેળ કરે;
તેને તૈજસ નામે પ્રભુનું સ્વરૂપ બીજું જે જાણે,
તે જ્ઞાનીના કુલમાં પ્રભુને જાણનાર પુત્રો પાકે. ॥૧૦॥
*
सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वा
मिनोति ह वा इदं सर्वमपीतिश्च भवति य एवं वेद ॥११॥

sushupta sthanah prajno ma-karas trutiya
matra mitera-piterva minoti ha va
idam sarvam api itish cha bhavati ya evam veda ॥11॥

મકાર પૂરો કરે પહેલા બે અક્ષરનો ભાવ ખરે,
તેમાં બને અક્ષર મળતાં, સુષુપ્તિ જેમ વિલીન બને;
તેથી તો છે પરમાત્માનું ત્રીજું રૂપ કહ્યું તેને,
તેને જે જાણી લે સઘળે પરમાત્માને તે દેખે. ॥૧૧॥
*
ચોથું રૂપ

अमात्रश्चतुर्थोऽव्यवहार्यः प्रपञ्चोपशमः शिवोऽद्वैत
एवमोङ्कार आत्मैव संविशत्यात्मनाऽऽत्मानं य एवं वेद ॥१२॥

amatrash chaturtho avyavaharyah prapancho pashamah
shivo'dvaita evam omkara atmaiva sam vishatyatmana
atmanam ya evam veda ॥12॥

માત્રા જે ૐકાર મહીં ના, જે અતીત પરપંચ થકી,
અનન્ય છે ને શિવરૂપી તે, મનવાણીનો વિષય નહીં;
તે ચતુર્થ પદ પરમાત્માનું એવી રીતે જે જાણે,
તે આત્માને પરમાત્મામાં એક કરીને સુખ પામે. ॥૧૨॥
*
॥ इति माण्डुक्योपनिषत् ॥
॥ iti mandukyopanishat samapta ॥
અથર્વવેદીય માંડૂક્યોપનિષદ સમાપ્ત

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.