Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મેં કાનુડા તેરી ગોવાલણ

MP3 Audio

મૈં કાનુડા તેરી ગોવાલણ‚
મોરલીએ લલચાણી રે .. મૈં કાનુડા.

હરખેં ઈંઢોણી માથે લીધી‚
ભરવા હાલી હું તો પાણી રે‚
ગાગર ભરોંસે ગોળી લીધી‚
આરાની હું અજાણી રે… મૈં કાનુડા.

ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚
દોહ્યાંની હું અજાણી રે‚
વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા‚
બાંધ્યા છે બહુ તાણી રે… મૈં કાનુડા.

રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚
વલોવ્યાની હું અજાણી રે‚
નેતરાં ભરોંસે સાડી લીધી‚
દૂધમાં રેડયાં પાણી રે…મૈં કાનુડા.

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚
ઘેલી હું રંગમાં રે’લી રે,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી‚
પૂરણ પ્રીત હું પામી રે ..મૈં કાનુડા.

- નરસિંહ મહેતા

Comments

Search Reset
0
Nitin
2 months ago
Excellent
Like Like Quote
0
Niranjan Parmar
5 years ago
બાળપણના સંસ્મરણો તાજા થયા.
Like Like Quote

Add comment

Submit