તો પણ શું ?

તને મળવા ના આવે તો પણ શું ? તારે નિરાશ થવાનું કારણ નથી. સમય આવશે ને એ જ તને મળવા માટે મનોરથ કરશે, તલપાપડ બનશે.

તારી સામે ના જુએ તો પણ શું ? તારે ઓછું લાવવાનું કોઈ કારણ નથી. સમય આવતાં એ જ તારા દર્શન માટે ને તને આંખ ભરીભરીને જોવા માટે તત્પર થશે; એમાં પોતાનું સૌભાગ્ય સમજશે.

એ તારી નિંદા કરે ને તિરસ્કારે તો પણ શું ? સમય આવશે ને એ જ તારી સ્તુતિ કરશે, ને તને સન્માવવા આગળ આવશે; એને પોતાના જીવનનો આનંદ માનશે.

એ તારી વાત ના સાંભળે, ને તારી સામે ધૂળ ઉડાડે, તો પણ શું ? સમય આવતાં એ તારા પથપ્રદર્શન માટે પડાપડી કરશે; તારા ચરણને પાવન ગણશે.

અને એમાંનું કશુંયે ના થાય તો પણ શું ?

- શ્રી યોગેશ્વરજી

***

वे तुझसे मिलने न आयें तो भी क्या ? तुझे निराश होने का कारण नहीं है । समय आने पर वे ही तुझसे मिलने का मनोरथ करेंगे, स्वयं उत्सुक बनेंगे ।

वे तेरी ओर न देखें तो भी क्या ? तुझे विषादयुक्त बनने का कोई कारण नहीं । समय आने पर वे ही तेरे दर्शन के लिये और तुझे आँख भरकर देखने के लिये तत्पर होंगे; उसमें अपना सौभाग्य समझेंगे।

वे तेरी निंदा करें और तेरा तिरस्कार करें तो भी क्या ? समय आने पर वे ही तेरी प्रशस्ति करेंगे, तुझे सम्मानित करने के लिये खुद आयेंगे; उसे अपने जीवन का आनंद मानेंगे ।

वे तेरी बात न सुनें, तेरी तरफ धूल उडायें तो भी क्या ? समय आने पर वे तेरे पथप्रदर्शन के लिये लालायित होंगे, तेरी चरणरज को पावन मानेंगे ।

और इनमें से कुछ भी न हो तो भी क्या ?

Comments  

0 #1 Chandrup K Jani 2019-12-25 17:07
Good

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.