Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગંગાના ગહન પાણીમાં એક દેવદારનું લાકડું તરી રહ્યું હતું. પર્વતીય લોકોએ એને તોડી ને નવો આકાર આપીને એમાં વહેતું મુક્યું હતું. એને જોવા માટે કિનારાના ગામના લોકો ટોળે વળતા હતા.

અનેક અવરોધો અને આફતને અંતે એક ધન્ય દિવસે ને ધન્ય ક્ષણે એ લાકડું કિનારે આવી પહોંચ્યું. એનો પરિશ્રમ પૂરો થયો. એ જોઈને ગંગા આનંદમાં આવી ગઈ ને કહેવા લાગી, મારા વિના તારો ઉદ્ધાર આ ભીષણ પીડાયુક્ત પ્રદેશમાંથી ભાગ્યે જ કોઈ કરી શકત. માઈલોના પ્રવાસ પછી મેં તને મુક્તિનો મહાનંદ પૂરો પાડ્યો. એને માટે તારે મારો અનેકવાર અને અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ.

લાકડાએ સ્મિત સાથે ઉત્તર આપ્યો, માતા ! તારી સહૃદયતા તેમજ સહાયતા સારુ તારો અવશ્ય આભાર માનું છું. પરંતુ મેં તને ઉદ્ધાર કરવાનો અવસર આપ્યો એ શું ઓછું છે ? એના વિના આનંદની આવી અભિવ્યક્તિ તારાથી ભાગ્યે જ થઈ શકી હોત.

ત્યારે ગંગાનું ગુમાન ઓગળી ગયું.

- શ્રી યોગેશ્વરજી

* * *

गंगा के गहरे पानी में एक देवदार का लकड़ा तैर रहा था । पर्वतीय लोगों ने उसे तोड़कर और नया आकार प्रदान कर बहा दिया था । उसे देखने के लिये गंगा-तटवर्ती गाँवो के लोग इकट्ठे होते थे ।

असंख्य अवरोध और आपत्तियों के बाद, एक धन्य दिन, एक धन्य क्षण, वह लकड़ा किनारे आ पहुँचा । उसका श्रम पूरा हुआ ।

उसे देखकर गंगा आनंद से भर गयी और कहने लगी, ‘मेरे बिना तेरा उद्धार इस भीषण, पीड़ायुक्त प्रदेश में से शायद ही कोई कर पाता । मीलों के प्रवास के बाद मैंने तुझे मुक्ति का महान आनंद अर्पित किया, इसके लिये तुझे मेरा अनेक बार और अंतःकरण से आभार मानना चाहिए ।’

लकड़े ने स्मित के साथ उत्तर दिया, ‘माता ! तेरी सर्वोदयता तथा सहायता के लिये तेरा अवश्य आभार मानता हूँ । परन्तु मैंने तुझे उद्धार करने का अवसर प्रदान किया, वह क्या कम है ? इसके बिना आनन्द की ऐसी अभिव्यक्ति तुमसे शायद ही हो पाती !’

गंगा का गुमान चुरचुर हो गया !