if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ અનંત અવનીના કયા આકાશી આસન પર આસીન થઈને, તું તારું મધુમય મહાગીત ગાઈ રહ્યો છે, મારા મહાકવિ ! જેના પ્રતિધ્વનિ પૃથ્વીમાં પીયૂષરૂપે બધે જ પડી રહ્યા છે ? કયા અમીમય આવાસમાં આરામપૂર્વક આસીન થઈને, તું તારું મધુમય મંગલ ગીત ગાઈ રહ્યો છે ?

એના સુધાસભર શ્રવણથી ઉષા ને સંધ્યા ને રાત તથા દિવસ સમાધિમગ્ન બન્યાં હોય તેમ, કોણ જાણે કેટલાય કાળથી ફેરા ફર્યા કરે છે, ને તારા, ચંદ્ર ને સૂર્ય સંજીવન ને પ્રેરણા પામીને, પૃથ્વીને પ્રકાશે ભરે છે. સાગર એના સ્વર્ગીય સ્વાદથી સદા સંવાદ સાધે છે, મસ્તીમાં મહાલે છે, અને અભિસારિકા સમી સરિતા આગળ વધે છે. અંનત આકાશ એકદમ આશ્ચર્યચકિત થઈને, એના આસ્વાદમાં અંતરને ઓતપ્રોત કરીને, અનંતકાળથી ઊભું રહ્યું છે; પ્રેમમગ્ન પૃથ્વી પ્રસન્નપણે પરવશ જેવી પડી રહી છે; ને પર્વતો ઉન્નત મસ્તકે એની દિશામાં દેખ્યા કરે છે. તેમની તલ્લીનતા નથી તૂટતી.

આ સુધા સાગરશી સ્વાદુ સૃષ્ટિના ક્યા સુખમય સ્વર્ણ સિંહાસનને સુશોભિત કરીને, તું તારું મધુમય મહાગીત ગાઈ રહ્યો છે, મારા મહાકવિ ! જેના પ્રતિધ્વનિ પૃથ્વીમાં પીયૂષરૂપે બઘે જ પડી રહ્યા છે ? કયા સુખમય સ્વર્ણ સિંહાસનને સુશોભિત કરીને, તું તારું મધુમય મંગલ ગીત ગાઈ રહ્યો છે ?

પદ્મો પ્રકટે છે, પુષ્પો પ્રફુલ્લી ઉઠે છે, ને પવન એથી પ્રમત્ત બનીને તારી પવિત્ર પદરજને પામવા માટે પ્રયાણ કરે છે. જડ ને ચેતનમાં બધે જ એની મોહિની ફરી વળે છે. બાળકોની બોલી, કેલિ અને આંખમાં એનું અમૃત વહે છે, ને સંસારમાં એના સ્વર સુંદરતા ને સુમધુરતા તથા સત્યનું સર્જન કરતા, પોતાના પુરસ્કર્તાની પુરાતન કથા કહે છે.

આ અનંત અવનીના કયા આકાશી આસન પર આસીન થઈને, તું તારું મધુમય મહાગીત ગાઈ રહ્યો છે, મારા મહાકવિ ! જેના પ્રતિધ્વનિ પૃથ્વીમાં પીયૂષરૂપે બધે જ પડી રહ્યા છે ? કયા અમીમય આવાસમાં આરામપૂર્વક આસીન થઈને, તું તારું મધુમય મંગલ ગીત ગાઈ રહ્યો છે ?

કવિએ કવિતામાં એટલું કહ્યું ત્યાં તો, રાતરાણીની સૌરભવાળી સમીરલહરી પર સવાર થઈને કવિ સમ્રાટે કહેવા માંડ્યું : અરે મારા માનીતા કવિ ! તને ખબર નથી ? તારી પાસેમાં પાસે, પ્રાણની પણ પાસે, તારા અંતરના આસન પર આસીન થઈને, હું મારું મહાગીત ગાયા કરું છું. ને તને જાણ નહિ હોય, પણ તારા જ સ્નેહસંગીતમાંથી સંજીવન પામીને, એના જ સુધા રસથી સંસારમાં સરસતા ભરું છું ! તારા જ અંતરના અલૌકિક, અસાધારણ, અમૃતમય આસન પર આસીન થઈને, હું મારું મધુમય મહામહિમાવંતુ, મહાગીત ગાયા કરું છું !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

इस अनंत अवनि के किस आकाशी आसन पर आसीन होकर, तू अपना मधुमय महागीत गा रहा है, मेरे महाकवि ! जिसकी प्रतिध्वनि पृथ्वी में पीयूषरूप से सर्वत्र छा रही है ? किस अमीमय आवास में आरामपूर्वक आसीन होकर, तू अपना मधुमय मंगल गीत गा रहा है ?

उसके सुधापूर्ण श्रवण से उषा, संध्या और रात तथा दिन मानो समाधिमग्न हुए-से, न जाने कितने ही काल से चक्कर काटते रहतें है, और तारे, चंद्र तथा सूर्य संजीवन अथवा प्रेरणा पाकर पृथ्वी को प्रकाश से भरते हैं । सागर उसके स्वर्गीय स्वाद से सदा संवादी बनकर मस्ती में महालता है; अभिसारिका-सरीखी सरिताएँ आगे बढ़ती हैं । अनंत आकाश एकदम आश्चर्यचकित होकर, उसके आस्वाद में अंतर को ओतप्रोत करके, अनंतकाल से खड़ा है; प्रेममग्न पृथ्वी प्रसन्न रूप से परवश होकर पड़ी है; और पर्वत उन्नत-मस्तक से उसकी दिशा की ओर देखा करते हैं । उनकी तल्लीनता नहीं टूटती ।

इस सुधा के सागर-सरीखी स्वादु सृष्टि के किस सुखमय स्वर्ण-सिंहासन को सुशोभित करके तू अपना मधुमय गीत गा रहा है, मेरे महाकवि ! जिसकी प्रतिध्वनि पृथ्वी में पीयूषरूप से सर्वत्र छा रही है ? किस सुखमय स्वर्ण-सिंहासन को सुशोभित करके, अपना मंगल मधुमय गीत गा रहा है ?

पद्म प्रकट होते हैं, पुष्प प्रफुल्लित बन जाते हैं, पवन उससे प्रमत्त बनकर तेरी पवित्र पदरज को पाने के लिये प्रयाण करता है । जड़ और चेतन में सर्वत्र उसकी संमोहिनी फैल जाती है । बालकों की बोली, केलि और आँख में उसका अमृत बहता है; संसार में उसके स्वर सुंदरता, सुमधुरता तथा सत्य का सर्जन करके, अपने पुरस्कर्ता की पुरातन कथा कहते हैं ।

इस अनंत अवनि के किस आकाशी आसन पर आसीन होकर, तू अपना मधुमय महागीत गा रहा है, मेरे महाकवि ! जिसकी प्रतिध्वनि पृथ्वी में पीयूषरूप से सर्वत्र छा रही है; किस अमीमय आवास में आरामपूर्वक आसीन होकर, अपमा मधुमय मंगल गीत गा रहा है ?

कवि के द्वारा कविता में इतना कहे जाते ही, रातरानी की रसीली सौरभ-भीनी समीर लहरी पर सवार होकर कवि-सम्राट ने कहा – अरे मेरे कृपापात्र कवि ! तुझे पता नहीं ? तेरे नजदीक से नजदीक, प्राणों से भी समीप, तेरे अंतर के आसन पर आसीन होकर, मैं अपना महागीत गाया करता हूँ । और तुझे शायद पता नहीं होगा किन्तु तेरे ही स्नेह-संगीत में से संजीवन पाकर, उसीके सुधारस से संसार में सरसता भरता हूँ ! तेरे ही अंतर के अलौकिक, असाधारण, अनोखे, अमीमय आसन पर आसीन होकर मैं अपना मधुमय, महामहिमामय, महागीत गाया करता हूँ !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.