પ્રીત ને પ્રસન્નતાની કથા

કદીયે ના કરમાનારી કીર્તિ ને મહામેધાવીને પણ મહાત કરનારી મેધા મળે; સૌના પર શાસન કરનારી સર્વોપરિ શક્તિ ને સંસારભરમાં સર્વશ્રેષ્ઠ સનાતન સંપત્તિ સાંપડે; આખી અવનીમાં અજોડ અને અનેકાનેકને અચંબામાં નાખી દે એવું ઐશ્વર્ય અને અષ્ટસિદ્ધિ તથા નવનીધિથી સંપન્ન સિદ્ધિબળ પણ સાંપડી જાય; તેમજ તમારી કૃપાના પરિણામરૂપે જે જે વસ્તુની ઈચ્છા થાય તે તે સઘળી વસ્તુ સુલભ થાય; તો પણ શું ?

તમારા મુખ મંડળના મધુ કરતાંયે મધુ રસને પીધો નથી ને તમારું સ્વર્ગ સુખથીયે વધારે સુખ દેનારું સર્વ મંગલ, શાંતિમય સાહચર્ય સેવ્યું નથી ત્યાં સુધી એ બધું અધૂરું છે. એમ લાગવાથી જ, જીવનના અરુણોદય સમયે પ્રતીચિના ભાલ પર જ્યારે ઉષાનું કુંકુમ હતું, ને પ્રભાતની પ્રથમ પંખીપંક્તિ પોતાના પુનિત પ્રવાસનો પ્રારંભ કરી રહી હતી, ત્યારે તમારી પ્રસન્નતા પામવા ને તમારી પ્રાપ્તિ કરવા હું પ્રયુક્ત થયો હતો.

આજે હું તમને તો પામ્યો જ છું પરંતુ તમારી પ્રસન્નતાના પરિણામરૂપે, પાર વિનાનું બીજુ પણ પામી રહ્યો છું, એ જોઈને મારું અંતર આનંદી ઊઠે છે. પ્રીત ને પ્રસન્નતાના પાર વિનાના પરિપાકની આ કથા તમારા ને મારા વિના બીજું કોઈ જ નથી જાણતું. જગત તમારી ઈચ્છા હોય તો તેને ભલે જાણે, એક વાર ફરી જાણે, અને એનું અનુકરણ કરીને મધુ માણે !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

कभी न मुरझानेवाली कीर्ति और महामेधावी को भी मात करनेवाली मेधा मिले; सबके उपर शासन करनेवाली सर्वोपरी शक्ति और संसारभर में सर्वश्रेष्ठ सनातन संपत्ति प्राप्त हो; अखिल अवनि में अतुलनीय और अनेकानेक को आश्चर्यचकित करनेवाला ऐश्वर्य और अष्टसिद्धि-नवनिधि से संपन्न सिद्धिबल की प्राप्ति हो; आपकी कृपा के परिणामस्वरूप जिन-जिन वस्तुओं की इच्छा हो, वे समस्त वस्तुएँ सुलभ हों; फिर भी क्या हुआ ?

जब तक आपके मुखमंडल के मधु से भी मधुर रस का पान नहीं किया और आपके स्वर्गसुख से भी अधिक सुखद, सर्वमंगल, शांतिमय, साहचर्य का सेवन नहीं किया, तब तक सर्व अपूर्ण है । ऐसी प्रतीति के परिणाम-स्वरूप ही, जीवन के अरुणोदय के समय, प्रतीचि के भाल पर उषा का कुमकुम था, और प्रभात की प्रथम पक्षी-पंक्ति अपने पुनीत प्रवास का प्रारंभ कर रही थी, उस समय, आपकी प्रसन्नता पाने और आपकी प्राप्ति करने के लिये मैं प्रयुक्त हुआ था ।

आज मैं आपको तो प्राप्त कर चुका, किन्तु आपकी प्रसन्नता के परिणाम-स्वरूप, और भी बहुत कुछ प्राप्त कर चुका हूँ, यह देखकर मेरा अंतर आनंदविभोर हो उठता है । प्रीति और प्रसन्नता के परम परिपाक की यह कथा आपके और मेरे अतिरिक्त अन्य कोई नहीं जानता । आपकी इच्छा हो तो जगत उसे भले ही जाने, एक बार फिर से जाने, और उसका अनुकरण करके मधु का आस्वादन करे !

Add comment

Security code
Refresh

Today's Quote

Do well to your friend to keep him, and to your enemy to make him your friend.
- E.W.Scripps

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.