અરુણોદય માટેની પ્રાર્થના

વિજ્ઞાનનાં વિનાશક શસ્ત્રોના સમૂહ પર સમૂહ સંગ્રહાતા જાય છે. માનવનું મન શાંતિની સુફિયાણી વાતો કરવાની સાથે સાથે અશાંતિની આરાધનાના આરંભમાંથી કેમે કરીને પાછું નથી વળતું. સંહારના સર્વોત્તમ શક્તિશાળી સાધન શોધીને પણ એને સંતોષ નથી થતો. અને સર્વ સંહારનાં ઉત્તરોત્તર શક્તિશાળી શસ્ત્રોના સંશોધનમાં એથી જ એ સંલગ્ન છે. એની ક્ષુધાની તૃપ્તિ ક્યારે થશે એ કોઈ પણ નથી કહી શકતું.

આવા અસાધારણ સમયમાં શ્વાસ લેવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે એ એક અકસ્માત છે, કે એની પાછળ કોઈક અનેરો એવો આશય છે ? એ એક અકસ્માત તો ન જ હોઈ શકે, ને નથી, એ મારી ખાતરી છે. અને એની પાછળના અસાધારણ આશયનો પણ મને અનુભવ છે. તો મારી પ્રેમપૂર્વક પ્રાર્થના છે કે સર્વ સંહારની આ સાધના શમી જાય, શસ્ત્રોના સમૂહ નિષ્ફળ થાય, ને માનવનું મલિન મન મલિનતામાંથી મુક્તિ મેળવીને, અશાંતિને બદલે શાંતિનું ગીત ગાય, એવી કૃપા કરી દો; અને એને માટે મારા જીવનનો ઉપયોગ કરી લો ! ધિક્કાર, ભય, લાલસા, સ્વાર્થ, શોષણ, વૈમનસ્ય ને રાગદ્વેષમાંથી મુક્તિ મેળવીને, માનવજાતિ સુખ તથા શાંતિના પીયૂષથી પાવન થાય, એવો અલૌકિક અરૂણોદય મારા જીવનકાળ દરમ્યાન જ કરી દો !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

विज्ञान के विनाशक शस्त्रों के समूह-पर-समूह संगृहीत होते जाते हैं । मानव का मन शांति की सुहावनी बातें तो करता है, परंतु अशांति की आराधना के आरंभ में से किसी प्रकार पीछे नहीं हटता । संहार के सर्वोत्तम शक्तिशाली साधनों का आविष्कार करके भी उसे संतृप्ति नहीं होती । सर्वसंहार की उत्तरोत्तर शक्तिशाली शस्त्र-संशोधन-साधना में वह इसीसे संलग्न है । उसकी क्षुधा की तृप्ति कब होगी, कोई भी नहीं कह सकता ।

ऐसे असाधारण समय में श्वास लेने का मुझे सौभाग्य मिला है सो यह आकस्मिक है अथवा इसके पीछे अन्य असाधारण आशय है ? वह अकस्मात् तो नहीं हो सकता और नहीं है, इसकी मुझे प्रतीति है । इसके पीछे के असाधारण आशय का मुझे ज्ञान है ।

इसीलिये मेरी प्रेमपूर्वक प्रार्थना है कि सर्वसंहार की साधना शांत हो जाय, शस्त्रों के समूह निष्फल बन जाय, और मानव का मलिन मन मलिनता से मुक्त होकर, अशांति के स्थान पर शांति के संगीत-स्वर में प्रवाहित हो जाय, ऐसा अनुग्रह कर दो, और उसके लिये मेरे जीवन का उपयोग कर लो ! धिक्कार, भय, लालसा, स्वार्थ, शोषण, वैमनस्य और राग-द्वेष से मुक्ति पाकर मानवजाति सुख-शांति के पीयूषपान से पावन हो जाय, ऐसा अलौकिक अरूणोदय मेरे जीवनकाल के दरम्यान ही कर दो !

Add comment

Security code
Refresh

Today's Quote

The happiest people don't necessarily have the best of everything. They just make the best of everything.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.