જે રાત ને દિન પ્રસ્વેદ, પરિશ્રમ તથા પીડાની વચ્ચે શ્વાસ લે છે, બીજાના સુખ ને બીજાની સમૃદ્ધિ સારું શરીરને શોષી કે સૂકવી દે છે; કોઈની મૂલ્યવાન મહેલાતના મજૂર ને પાયાના પત્થર બનીને, સન્માનની સુમનમાળા તથા મોટાઈનાં માનપત્રોથી જે દૂર ને દૂર રહે છે; જે અત્યંત અલ્પ લઈને બદલામાં વધારે ને વધારે બલિદાન દે છે; ને કોઈ કવિની કવિતા કે કહાનીકારની કથા જ જેમનો લાભ લે છે; તેમને મદદ કરનાર તથા સન્માનનાર અથવા સ્વાગતના સુખદ શબ્દો કહેનાર માનવ ને માનવસમાજને જન્માવો, વધારે ને વધારે પ્રમાણમાં જન્માવો; એવી મારી અરજ છે. અંતરના અંતરતમની ઓ અંતર્યામી, અરજ છે.
જીતની જયમાળા બીજાને મળે છે, પણ એ તો મહત્વનો મોરચો માંડીને મેદાનમાં જ મરી જાય છે. કોઈક કમનીય કલાકૌશલવાળા કુસુમ બાગના બી બનીને જે બેસી જાય છે, ને એમની રમણીય રચનાનું માન બીજા જ ખાટી જાય છે. પ્રવાસના પુનિત પથને પર્વતીય પત્થરથી તે તૈયાર કરે છે, ને બીજા તેના પર પ્રસન્નતાપૂર્વક પ્રવાસ કરે છે. છતાં જેમને મહત્વના માનવામાં નથી આવતા; ને જેમને નિહાળીને નયનમાં નેહ આણનાર પણ અત્યંત ઓછા મળે છે. તેમને મદદ કરનાર, મહત્વના માનનાર, ને નેહથી ન્હવડાવનાર, માનવ ને માનવસમાજને જન્માવો, વધારે ને વધારે પ્રમાણમાં જન્માવો; એવી મારી અરજ છે. અંતરના અંતરતમની ઓ અંતર્યામી, અરજ છે.
જેમના શરીર પર પૂરતાં વસ્ત્રો નથી, જેમના આવાસસારુ સારું સાધન નથી; ને જીવનમાં તો ઠીક, પણ મર્યા પછી પણ જેમની માવજત માટે પર્યાપ્ત પદાર્થો નથી. જે પકવીને પણ ભૂખ્યા પેટે સુઈ જાય છે, વણી ને પણ લજ્જાને ઢાંક્યા વિના જ પસાર થાય છે, ઘડીને ઘડતર વિનાના જ રહી જાય છે. જે નમ્ર છતાં નિરક્ષર છે, સ્વમાની ને સ્વાશ્રયી છતાં સમૃદ્ધિથી હીન છે, ને સ્વતંત્રતાના પુજારી ને પ્રેમી છતાં પરાધીન, પદદલિત ને પછાત છે : તેમને સહાય કરનાર, સ્વતંત્રતાની સુવાસ આપનાર, ને સમૃદ્ધ કરનાર, માનવ ને માનવસમાજને જન્માવો, વધારે ને વધારે પ્રમાણમાં જન્માવો; એવી મારી અરજ છે. અંતરના અંતરતમની ઓ અંતર્યામી, અરજ છે.
એમના અંતરે આનંદનો આવિર્ભાવ થશે, અને એમની આપત્તિ, આહ અને અવદશાનો અંત આવશે, ત્યારે મારા પ્રાણની પ્રસન્નતાનો પાર નહિ હોય. અવનીની અવસ્થા એ વખતે અનેરી જ હશે, તથા તમારું સૃષ્ટિસર્જનનું સ્વપ્ન પણ સફળ થશે.
- શ્રી યોગેશ્વરજી
* * *
जो जड़ता में जल रहे हैं, सुख-समृद्धि, शांति और विद्वत्ता से वंचित हैं, प्रकाश के पतले किरण भी जिनके पास नहीं पहुँचते, और जो अश्रु, आह, आक्रंदन, अपमान और अभाव में जी रहे हैं, उनको मदद करनेवाले मानव तथा मानवसमाज को जन्म दो, अधिक से अधिक संख्या में जन्म दो; ऐसी मेरी अर्ज है । अंतर के अंतरतम के ओ अंतर्यामी ! अर्ज है !
जो रात और दिन प्रस्वेद, परिश्रम तथा पीडा के बीच श्वास लेते हैं, दूसरों की सुख-समृद्धि के लिये शरीर को सूखा देते हैं; किसीकी महामूल्यवान महलात के मजदूर अथवा नीँव के पत्थर बनकर, सम्मान की सुमनमाला और मोटाई के मानपत्रों से दूर-सुदूर रहते हैं; जो अत्यंत अल्प लेकर बदले में अधिक से अधिक बलिदान देते हैं; और किसी कवि की कविता अथवा कहानीकार की कथा ही जिनका लाभ लेती है; उनको सहायता करनेवाले, उन्हें सम्मान देनेवाले, अथवा स्वागत के सुखद शब्द सुनानेवाले मानव और मानवसमाज को जन्म दो, अधिक से अधिक संख्या में जन्म दो; इतनी मेरी अर्ज है । अंतर के अंतरतम के ओ अंतर्यामी ! अर्ज है !
जीत की जयमाला दूसरे को मिलती है, किन्तु वे तो दुर्गम मोर्चा बनाकर मैदान में ही मर जाते हैं । किसी कमनीय कलाकौशलवाले कुसुमबाग के बीज बनकर बैठ जाते हैं, और उनकी रमणीय रचना का मान दूसरे ही पा लेते हैं । प्रवास के पुनीत पथ को पर्वतीय पत्थरों से वे तैयार करते हैं; और दूसरे उस पर प्रसन्नतापूर्वक प्रवास के कदम भरते हैं । फिर भी जिनका महत्व नहीं माना जाता; और जिनको देखकर नयन में नेह लानेवाले भी कोई विरले ही मिलते हैं । उनको मदद करनेवाले, महत्व के माननेवाले, नेह में निमज्जन करानेवाले मानव और मानवसमाज को जन्म दो, अधिक से अधिक संख्या में जन्म दो; ऐसी मेरी अर्ज है । अंतर के अतंरतम के ओ अंतर्यामी ! अर्ज है !
जिनके शरीर पर पर्याप्त वस्त्र नहीं है, जिनके आवास के लिये सुचारु साधन नहीं है; और जीवन की बात तो अलग रही, मरने के बाद भी जिनकी उत्तरक्रिया के लिये पर्याप्त पदार्थ नहीं हैं; जो पकाकर भी भूखे पेट सो जाते हैं, बुनकर भी लज्जा को ढके बिना ही चलते हैं, निर्माण करके भी निर्मित वस्तु के बिना रह जाते हैं; जो नम्र होने पर भी निरक्षर है, स्वमानी और स्वाश्रयी होने पर भी समृद्धि से हीन हैं और स्वतंत्रता के पूजारी तथा प्रेमी होने के बावजूद भी पराधीन, पददलित और पिछड़े हैं; उनको सहायता पहुँचानेवाले, स्वतंत्रता की सुवास प्रदान करनेवाले, समृद्ध बनानेवाले मानव और मानवसमाज को जन्म दो, अधिक से अधिक संख्या में जन्म दो; ऐसी मेरी अर्ज है । अंतर के अतंरतम के ओ अंतर्यामी ! अर्ज है !
उनके अंतर में आनंद का आविर्भाव होगा, उनकी आपत्ति, आह और दुर्दशा का अंत आयेगा, तब मेरे प्राणों की प्रसन्नता का पारावार नहीं रहेगा । अवनि की अवस्था उस समय अनोखी होगी, तथा आपके सृष्टिसर्जन के स्वप्न का भी साफल्य होगा ।