if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આજના આનંદપૂર્ણ અવસરના આનંદની અભિવ્યક્તિ મારાથી કેમે કરીને નથી કરી શકાય તેમ. પ્રભાતના પ્રથમ પ્રહરમાં જ તમે મારા મંગલ મંદિરે આવીને ઊભા રહ્યાં. તમારા સુંદર સ્વરૂપની સૌરભ આજુબાજુ બધે જ પ્રસરી રહી. તમારા કરકમળમાં એક કુસુમ હતું. તેને મારા હાથમાં મૂકીને તમે કહેવા માંડ્યાં; આ કોમળ કુસુમની કળામય કલિકાની કલ્પના કયા કવિસમ્રાટે કરી હશે, તે કલ્પી શકે છે ? આ સુવાસની સામગ્રી એમાં કોણે ભરી, ને કોણે એમાં રંગોળી કરી, તે કહી શકે છે ? તારા કવિ તરીકેના મહિમાને સાંભળીને, તારા મંદિરદ્વારે હું એની માહિતી મેળવવા આવી પહોંચી છું.

મેં કહ્યું : સુમુખી ! કવિસમ્રાટની કલ્પના મારાથી નથી કરી શકાય તેમ. પરંતુ એની ઝાંખી કરીને મારા જીવનમાં આજે આનંદ છવાઈ ગયો છે. કવિસમ્રાટની સુંદર સામગ્રી તમારા અંગેઅંગમાં આવિર્ભાવ પામી છે; ને તમારા મનહર મુખમંડળમાં એની આભા જામી છે. એ કવિસમ્રાટની કલ્પના કરવાની જરૂર જ ક્યાં છે ? તમારા કાળજામાં જ છે એ કવિ. તમારા કેદીના સ્વાંગમાં હું એને અવલોકી રહ્યો છું. તમારા આત્મામાં એનો આવાસ છે.

મારા શબ્દોથી તમારો સ્નેહ ઉમટી પડ્યો. તમને એનો ઉચિત અધિકારી જડ્યો, ને તમે મારા મસ્તક પર એ ફૂલને મૂકી દીધું; આ જ છે મારી સાધના ને આરાધના. એને તારા વિના કોઈપણ નથી શોભાવી શકે તેમ. આ ફૂલ નથી પણ મારું જીવન છે, કવન છે, સ્તવન છે. તારા મસ્તક પર રહીને એ તને મારું જીવન, કવન ને સ્તવન કરશે : ને લોકો પણ એથી અભિમંડિત તને જોઈને અચરજમાં પડશે, કે કોણે કર્યું આ જીવન, કવન ને સ્તવન ? એ વખતે પણ, મને શું આજ ઉત્તર મળશે ?

મેં જોયું તો તમે અદ્રશ્ય થયાં હતાં, પ્રેમથી પ્રસન્ન થઈને, મારી જીવનસંગિનની સ્વરૂપમાં સાકાર થવાના શબ્દોચ્ચાર કરતાં, તમે અદ્રશ્ય થયાં હતાં. એ સ્વરૂપની ઓળખાણ તમે મને કરાવી દીધી છે, એટલી તમારી કૃપા છે. એના સ્વાગત સારુ, મારી સમસ્ત સ્નેહસામગ્રી તથા કોટિકોટિ કવિતા સાથે, એ પળથી હું પ્રતીક્ષા કરતાં ઊભો રહ્યો છું; તમારા શ્રીચરણે સર્વ સમર્પણ કરવા સારું.

હજી એ સુમન મારી પાસે જ રાખી મૂક્યું છે; મસ્તક પર નહિ, પરંતુ પ્રાણની પાસે, અંતરના અંતરતમમાં !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

आज के आनंदपूर्ण अवसर की खुशी की अभिव्यक्ति मुझसे किसी प्रकार नहीं की जा सकती । प्रभात के प्रथम प्रहर में ही मेरे मंगल मंदिर में आपका शुभागमन हुआ । आपके सुंदर स्वरूप की सौरभ आसपास सर्वत्र छा गयी । आपके करकमल में एक कुसुम था । उसे मेरे हाथ में रखकर आपने कहा – इस कोमल कुसुम की कलामयी कलिका की कल्पना किस कविसम्राट ने की होगी, इसकी कल्पना हो सकती है ? इसमें सुवास की सामग्री किसने भर दी और किसने रंगो की रचना की, कोई कह सकता है ? तेरी कवि के रूप में महिमा सुनकर, उसकी जानकारी के लिये, तेरे मंदिरद्वार पर आ पहुँची हूँ ।

मैंने कहा – सुमुखी ! कविसम्राट की कल्पना मुझसे नहीं हो सकती । किन्तु उसकी झाँकी करके मेरे जीवन में आज आनंद छा गया है । कविसम्राट की सुंदर सामग्री आपके अंग-अंग में आविर्भूत हो चुकी है, और आपका मनोहर मुखमंडल उसकी मधुता से मंडित हो गया है । उस कविसम्राट की कल्पना करने की आवश्यकता कहाँ है ? आपके कलेजे में ही है वह कवि । आपके कैदी के स्वांग में मैं उसका अवलोकन कर रहा हूँ । आपकी अंतरात्मा में उसका आवास है ।

मेरे शब्दों से आपका स्नेह उमड़ पड़ा । आपको उसका उचित अधिकारी मिला । मेरे मस्तक पर उस कुसुम को रखकर आपने कहा – यही है मेरी साधना और आराधना । उसे तुम्हारे सिवा कोई भी सुशोभित नहीं कर सकेगा । यह फूल नहीं, किन्तु मेरा जीवन, कवन और स्तवन है । तुम्हारे मस्तक पर विराजमान होकर वह तुम्हें मेरा जीवन, कवन और स्तवन करेगा; और तुझे उससे अभिमंडित देखकर लोग भी आश्चर्य में पडेंगे और पूछेंगे, किसने किया यह जीवन, कवन और स्तवन ? उस समय भी, मुझे क्या यही उत्तर मिलेगा ?

मैंने देखा तो आप अदृश्य बनी थीं । प्रेम से प्रसन्न होकर, मेरी सहचरी के स्वरूप में साकार बनने के शब्दोच्चार करती अदृश्य बनी थीं । आपके उस स्वरूप की पहचान आपने मुझे करा दी है, इतनी आपकी कृपा है । उसके स्वागत के लिये, मेरी समस्त स्नेहसामग्री तथा कोटि-कोटि कविता के साथ, मैं उस पावन पल से प्रतीक्षा करता खड़ा हूँ – आपके श्रीचरणों में सर्वसमर्पण करने के लिये ।

उस सुमन को मैंने अभी मेरे पास ही रख छोड़ा है – मस्तक पर नहीं, परंतु प्राण के पास, अंतर के अंतरतम में ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.