પ્રભુનો પ્રસાદ
મંદિરમાં રોજની જેમ ઘંટનાદ થઈ રહ્યા છે. રાજભોગની હવે તૈયારી છે. ભક્તોની ભીડ ઘણી ભારે છે. હાથમાં પ્રભુને ધરાવવાનો પ્રસાદ લઈને ભક્તો એક પછી એક આવ્યા જ કરે છે.
પ્રભુનો એક પ્રેમી ભક્ત એટલામાં ઉતાવળો ઉતાવળો આવી પહોંચે છે. તેના હાથમાં પ્રસાદની થાળી છે. પણ તેનાં ચરણ આગળ વધતાં અટકી જાય છે. મંદિરની બહાર પગથિયાં પાસે જ એક ભિખારી સૂતો છે. તેને જોઈને તે કંપી જાય છે. ભૂખ્યો ભિખારી ભોજન માટે પોકાર પાડે છે. મંદિરના કોલાહલમાં તેને કોણ સાંભળે?
ભક્તનું હૃદય દ્રવી ઊઠે છે, ને તે નીચે બેસી જાય છે. મારા પ્રભુ, તમે જે રૂપમાં છો તેમાં તમને મારાં વંદન છે: તે બોલી ઊઠે છે, ને પ્રસાદની થાળી ભૂખ્યા ભિખારીની સામે મૂકી દે છે.
ભિખારીની આંખમાંથી પ્રભુ પોતે જાણે કે આશિષ આપે છે.
- શ્રી યોગેશ્વરજી