મૃત્યુનો શોક
એક નાનાસરખા શહેરમાં એક દંપતી રહેતાં હતાં. પતિપત્ની બંનેને પરસ્પર પુષ્કળ પ્રેમ હતો. બંનેના ગુરુ એક જ હતા. તેમની પાસેથી દીક્ષા લઈને બંને પ્રભુની પ્રાપ્તિની સાધના કરતા હતા.
એક દિવસ તેમના એક યુવાન પુત્રનું બે દિવસની બિમારી બાદ અચાનક અવસાન થયું, તેથી તેમને ભારે આઘાત થયો, ને તે રડવા માંડ્યાં. વારંવાર તે કલ્પાંત કરતાં કહેતાં કે ‘પ્રભુ, અમે એવો શો અપરાધ કર્યો કે અમારે માથે આ ભારે દુઃખ આવી પડ્યું!’
પ્રભુએ એક સવારે તેમને સ્વપ્ન આપીને કહેવા માંડ્યું: ‘મારાં બાળકો, હું તો તમને નિર્મમ કરવા, મારામાં વધારે ને વધારે આસક્ત કરવા ને તમારું મંગલ કરવા માંગું છું. મૃત્યુ તમારા જ્ઞાનવૈરાગ્યની કસોટી કરે છે ને તમને જાગ્રત કરે છે ને મારા આશિર્વાદને અભિશાપ માનીને તમે કલ્પાંત કરો છો એ આશ્ચર્ય છે.’
ત્યારે તે પ્રેમાળ પતિપત્નીને જરા શાંતિ થઈ.
- શ્રી યોગેશ્વરજી