દ્વેષનો કાંટો
મોટી ઉંમર સુધી તેનું મન મલિન રહ્યું, ને તેના કહ્યા પ્રમાણે તેણે ના કરવાનાં અનેક કામો કર્યાં. પોતાની પસંદગીની સ્ત્રી સાથે તેણે લગ્ન કર્યું હતું. પણ તેને અંધારામાં રાખીને તેણે બીજી બેત્રણ સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો. ધનના નશામાં તે હંમેશા ડૂબેલો રહ્યો પણ તેનું નસીબ સારું હોવાથી તેને એક મહાપુરુષનો પરિચય થયો. તેની પ્રેરણાથી તે ઈશ્વરથી ડરીને ચાલવા માંડ્યો. હવે તે એકાંતમાં રહેવા માંડ્યો, ચિંતન કરવા લાગ્યો, ને અનીતિ ને અશાંતિમાં રમતા માનવોને શાંતિનો સંદેશ સંભળાવવા માંડ્યો. મિત્રો તેની દાઢી જોઈને ખુશ થતા, ને તેને મહાત્માના મીઠા નામથી સંબોધતા.
એક દિવસ તેના જાણવામાં આવ્યું કે તેની અનૈતિક અવસ્થામાં તેની પત્નીએ પણ એક વાર કોઈ પુરુષની સાથે પ્રેમ કર્યો હતો ને સંબંધ બાંધ્યો હતો. તેથી તેને ગુસ્સો ચઢ્યો. તેણે જાહેર કર્યું કે: ‘મરતી વખતે ને મર્યા પછી પણ મારી પત્ની મને મોં ના બતાવે. હવે મારે ને તેને કાંઈ જ સંબંધ નથી!’
એ જાણીને પેલા મહાપુરુષે તેને પ્રેમથી કહેવા માંડ્યું: ‘ભાઈ, તારી યુવાની ભૂલી ગયો કે? દિલને ઉદાર કરીને તેમાંથી દ્વેષના કાંટાને કાઢી નહિ નાખે ત્યાં સુધી બીજા તને મહાત્મા કહેશે, પણ મારી દૃષ્ટિએ તું મહાત્મા કેવી રીતે થઈ શકશે?’
ને તેનો ભૂતકાળ તેની નજર સામે તાજો થયો.
- શ્રી યોગેશ્વરજી