મંદિરમાં જઈને તું પ્રભુની પ્રતિમાને નમે છે ને પૂજે છે, પરંતુ મંદિરની બહારનાં આ અસંખ્ય સ્વરૂપો પણ પ્રભુનાં જ છે, ને તેમાં પણ પ્રભુ જ પ્રગટી ને રમી રહ્યા છે, એ વાત ભૂલી જાય છે. ત્યાં સુધી તારી પૂજા અધુરી છે. હે પ્રેમી, તારી પૂજા અધુરી છે.
મંદિરમાં જઈને તું પ્રભુની પ્રતિમા પાસે બેસીને ગીત ગાય છે ને પ્રાર્થના કરે છે: પરંતુ મંદિરની બહારનાં આ અસંખ્ય સ્વરૂપો પણ પ્રભુનાં છે, એમ જાણી તેમના પોકારમાં તને પ્રભુનો પ્રેમસ્વર નથી સંભળાતો; ને તેમનાં આંસુ ને આક્રંદ તારા અંતરને નથી અડતાં, ત્યાં સુધી તારી પૂજા અધુરી છે. હે પ્રેમી, તારી પૂજા અધુરી છે.
પ્રભુને તું મંદિરમાં જઈને પૂજે તેની હરકત નથી. પણ તેનું દર્શન દુનિયામાં બધે જ કર. સમસ્ત સંસારને તેનું મંદિર માનીને તેની ભક્તિ કર. ત્યારે જ તારી પૂજા પૂરી થશે. હે પ્રેમી, તારી પૂજા પૂરી થશે.
- શ્રી યોગેશ્વરજી