Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
બદરીનાથની યાત્રામાં મુસાફરોની મંડળી માર્ગ પરથી ચાલી રહી હતી. માર્ગમાં કોઈ ગરીબ માણસ પડી રહ્યો હતો. તેના મુખ પર માખો બણબણતી હતી ને તે તદ્દન બેહોશ જેવો મૃત દશામાં પડ્યો હતો.

તેને જોઈને મંડળી આગળ વધી. એટલે એક પંડિતજીએ કહેવા માંડ્યું: ‘સાચા બદરીનાથનાં દર્શન આપણને અહિં આ અનાથ માણસમાં થયાં. તેને છોડીને આગળ વધવામાં આપણે આપણા ધર્મને ભૂલી રહ્યા છીએ.’

રાતે બધા સૂઈ રહ્યા ત્યારે તે પંડિતને સ્વપ્ન આવ્યું. તેમાં કોઈ સંતે તેને કહેવા માંડ્યું: ‘ભાઈ, મંડળીના બધા સભ્યો પોતાનો ધર્મ ભૂલી ગયા તે તો ધર્મને બરાબર જાણતા ન હતા. પણ પંડિત હોવા છતાં તારા ધર્મનું પાલન તેં કેમ ના કર્યું? તારો દોષ વધારે છે.’

- શ્રી યોગેશ્વરજી