Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સાગરને કાંઠે મળેલી મેદનીમાં આજે મેં એક અજબ માનવને જોયો. પુસ્તકોના ઢગની વચ્ચે તે બેઠો હતો. એક પંડિત તરીકે તેની ખ્યાતિ હતી. એટલે કુતૂહલથી પ્રેરાઈને લોકો તેને ઘેરી વળ્યા હતા. ભેગા થયેલા માનવ-મહેરામણને તે કહેતો હતો: ‘મારા સમસ્ત જ્ઞાનભંડારને, મારી બધી પંડિતાઈને કોઈ લઈ લો, ને બદલામાં મને શિશુની સરલતા આપો. મારી બધી જ વિદ્યાને કોઈ લઈ લો.’

માણસો એ સાંભળી હસતા હતા; તો કોઈ વિચારમાં પડતા હતા.

એક ડાહ્યા દેખાતા માણસે તેને કહ્યું: ‘ભાઈ, જ્ઞાન વિનાની શિશુની સરલતા લઈને તું શું કરીશ? જ્ઞાનના પરિપાક રૂપે પ્રગટતી સરલતા માટે પ્રભુને પ્રાર્થના કર. તો જ તારા જીવનની સમસ્યા ઉકલી શકશે. એક ઈશ્વર વિના બીજા કોઈનામાં તને સંતોષવાની શક્તિ નથી.’

મને એ ડાહ્યા માનવીની વાત ગમી ગઈ.

- શ્રી યોગેશ્વરજી