ખોવાઈ ગયું કાંઈ
ખોવાઈ ગયું કાંઈ ખોવાઈ ગયું,
જોવું ના હતું છતાંયે જોવાઈ ગયું.
સ્વરૂપ સુધાસભર નજરે પડ્યું,
મનને મોહાવું ન્હોતું, મોહાઈ ગયું.
આતમની ઓળખાણે કાંઈક કહ્યું,
મુખડું મધુર હૈયે સોહાય રહ્યું.
ખોવાઈ ગયું કાંઈ ખોવાઈ ગયું,
રોવું હતું નહીં તોયે રોવાઈ ગયું.
વિહંગોએ પ્રીત કરી પિંજરે રહી,
સરિતાને સાગરશી વ્યોમ ને મહી.
કૈવલ્ય શું કાળજામાં કોરાઈ રહ્યું,
સ્વર્ગ સુખ સાકેતથી ચોરાઈ ગયું.
- શ્રી યોગેશ્વરજી