પ્રશ્નોપનિષદ

First Question, Verse 10-12

अथोत्तरेण तपसा ब्रह्मचर्येण श्रद्धया विद्ययाऽऽत्मानमन्विष्यादित्यमभिजयन्ते ।
एतद्वै प्राणानामायतनमेतदमृतमभयमेतत् परायणमेतस्मान्न
पुनरावर्तन्त इत्येष निरोधस्तदेष श्लोकः ॥१०॥

Athottarena tapasa brahmacharyena shraddhaya
Vidyaya'Atmanam anvisyadityam abhijayante । 
Etadvai Prananam ayatanam etad amrtamabhayam etat
Parayanamet asmanna Punaravartanta
Ityesa nirodh astadesa slokah ॥ 10॥

પરંતુ જે તપ ને શ્રદ્ધાથી નિયમ બધા પ્રભુના પાળે,
વિદ્યા પામી સૂર્યરૂપી પ્રભુને શોધી જીવન ગાળે,
સૂર્યલોકને જીતી લે તે, ઉત્તરપથ તે કે’વાયે,
પ્રાણતણો છે પ્રાણ સૂર્ય ને અમૃત નિર્ભયપદ તે છે.
તેને પામી ફરીવાર ના સાધક જન્મ કદી ધારે,
સૂર્યરૂપ પ્રભુને પામીને ફરી કદી તે ના આવે. ॥૧૦॥
*
સૂર્ય વિશે

पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम् ।
अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरर्पितमिति ॥११॥

Panchapadam pitaram dvadas akrtim
Diva ahuh pare ardhe purisinam ।
Atheme anya u pare vichaksanam
Sapta chakre sadara ahur arpitam iti ॥ 11॥

કોઈ પાંચ ચરણનો કે’છે, બાર દેહનો સૂરજને,
પાંચ ઋતુ ને બાર માસને ચરણ અને કાયા કે’છે;
સ્વર્ગથીય છે તેથી ઊંચો, વર્ષા તેથી થાયે છે,
જીવન છે તેથી તે જગનું, પિતા સર્વનો સાચે છે.
કહે કો’ક કે સાત ચક્રના રથમાં તે તો બેસે છે,
જાણે છે તે સૌને, તે તો પ્રભુ છે, સૌને દેખે છે. ॥૧૧॥
*
મહિનો પરમેશ્વરનું રૂપ છે

मासो वै प्रजापतिस्तस्य कृष्णपक्ष एव रयिः शुक्लः
प्रणस्तस्मादेत ऋषयः शुक्ल इष्टं कुर्वन्तीतर इतरस्मिन् ॥१२॥

Maso vai prajapatis tasya krishnapaksa eva rayih
Suklah pranas tasmad eta rsayah sukla
ishtam kurvant itara itar asmin ॥ 12॥

મહિનો છે પરમેશ્વર, તેમાં શુક્લપક્ષ છે પ્રાણ કહ્યો,
કૃષ્ણપક્ષને રયિ માની છે, શુક્લપક્ષ છે શ્રેષ્ઠ ઘણો;
ઋષિઓ તેથી શુક્લપક્ષમાં યજ્ઞ વિગેરે કર્યા કરે,
ભોગી લોકો કૃષ્ણપક્ષમાં સકામભાવે કર્મ કરે. ॥૧૨॥

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.