if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
प्रजापतिश्चरसि गर्भे त्वमेव प्रतिजायसे ।
तुभ्यं प्राण प्रजास्त्विमा बलिं हरन्ति यः प्रणैः प्रतितिष्ठसि ॥७॥

Prajapatischarasi garbhe tvam eva pratijayase ।
Tubhyam prana prajastvima balim haranti
Yah pranaih pratitisthasi ॥7॥

પ્રાણ, તું જ છે ઈશ્વર સૌનો, તું જ ગર્ભમાં વિચરે છે,
માતપિતાને યોગ્ય બની બાલકરૂપમાં તું જન્મે છે;
સર્વ જીવ તારી જ કરે છે પૂજા, તુજને ભેટ ધરે,
અપાન જેવા પ્રાણો સાથે તું જ શરીરમહીં વિચરે. ॥૭॥
*
देवानामसि वह्नितमः पितृणां प्रथमा स्वधा ।
ऋषीणां चरितं सत्यमथर्वाङ्गिरसामसि ॥८॥

Devanam asi vahnitamah pitrunam prathama svadha ।
Rushinam charitam satyam atharvangi rasam asi ॥8॥

દેવો માટે તું જ અગ્નિ છે, પિતૃ માટે પ્રથમ સ્વધા,
અથર્વ જેવા ઋષિઓ પામ્યા પરમસત્ય તે પણ તું હા ! ॥૮॥
*
इन्द्रस्त्वं प्राण तेजसा रुद्रोऽसि परिरक्षिता ।
त्वमन्तरिक्षे चरसि सूर्यस्त्वं ज्योतिषां पतिः ॥९॥

Indra stvam prana tejasa rudro'si pariraksita ।
Tvam antarikse charasi suryastvam jyotisam patih ॥9॥

તેજસ્વી તું ઈન્દ્ર, રુદ્ર ને રક્ષા કરનારો પણ તું,
આકાશે પણ તું જ ફરે છે, જ્યોતિદેવ સૂરજ પણ તું. ॥૯॥
*
यदा त्वमभिवर्षस्यथेमाः प्राण ते प्रजाः ।
आनन्दरूपास्तिष्ठन्ति कामायान्नं भविष्यतीति ॥१०॥

Yada tvam abhivarsasyathemah prana te prajah ।
Anandarupas tisthanti kamayannam bhavisyatiti ॥10॥

પ્રાણદેવ, તું જગમાં જ્યારે સારી રીતે વૃષ્ટિ કરે,
ત્યારે તારી પ્રજા અન્નની આશાએ આનંદ કરે. ॥૧૦॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.