સુષુપ્તિ વિશે
स यदा तेजसाऽभिभूतो भवति ।
अत्रैष देवः स्वप्नान्न पश्यत्यथ यदैतस्मिञ्शरीर एतत्सुखं भवति ॥६॥
Sa yada tejasa'bhibhuto bhavati ।
Atraisa devah swapnanna Pasyatyatha
yad aitasmin sarira etat sukham bhavati ॥6॥
મનને જ્યારે અધીન તેમજ મોહિત વાયુ ઉદાન કરે,
ત્યારે મન દ્વારા ના દેખે જીવ સ્વપ્નની ઘટનાને.
જીવાત્માને ત્યારે સુષુપ્તિ સુખનો અનુભવ થાયે છે,
જીવાત્મા છે ભોગવનારો હરેક સ્થિતિ સારી પેઠે. ॥૬॥
*
બધાં કોને આશ્રિત છે
स यथा सोभ्य वयांसि वसोवृक्षं संप्रतिष्ठन्ते ।
एवं ह वै तत् सर्वं पर आत्मनि संप्रतिष्ठते ॥७॥
Sa yatha sobhya vayamsi vasovruksam sampratisthante ।
Evam Ha vai tat sarvam para atmani sampratisthate ॥7॥
વ્યોમે ઉડતાં પક્ષી જેવાં રાતે વૃક્ષ ઉપર રે’છે,
તેમ બધાંયે તત્વ એક પરમાત્મામાં આશ્રય લે છે. ॥૭॥
*
पृथिवी च पृथिवीमात्रा चापश्चापोमात्रा च तेजश्च तेजोमात्रा
च वायुश्च वायुमात्रा चाकाशश्चाकाशमात्रा
च चक्षुश्च द्रष्टव्यं च श्रोत्रं च श्रोतव्यं च ग्राणं
च घ्रातव्यं च रसश्च रसयितव्यं च त्वक्च स्पर्शयितव्यं
च वाक्च वक्तव्यं च हस्तौ चादातव्यं चोपस्थश्चानन्दयितव्यं
च पायुश्च विसर्जयितव्यं च यादौ च गन्तव्यं च मनश्च मन्तव्यं
च बुद्धिश्च बोद्धिव्यं चाहङ्कारश्चाहङ्कर्तव्यं च चित्तं च चेतयितव्यं
च तेजश्च विद्योतयितव्यं च प्राणश्च विद्यारयितव्यं च ॥८॥
Prthivi cha prthivi-matra cha apaschapo-matra
cha tejascha Tejo-matra cha vayuscha vayu-matra
cha akasa sch akasa-matra Cha chaksus cha drastavyam
cha srotram cha srotavyam cha granam cha Ghratavyam
cha rasas cha rasayitavyam cha tvakcha sparsayitavyam
cha Vakcha vaktavyam cha hastau chadatavyam
cha upasthas cha anandayitavyam Cha payuscha visarjayitavyam
cha yadau cha gantavyam cha manascha Mantavyam
cha buddhischa boddhivyam cha ahankara sch ahankartavyam
cha Chittam cha chetayitavyam cha tejascha vidyotayitavyam
cha pranascha Vidyarayitavyam cha ॥ 8॥
પૃથ્વી ને તેની તન્માત્રા, જલ ને રસની તન્માત્રા,
તેજ-રૂપ-તન્માત્રા તેમજ વાયુ-સ્પર્શની તન્માત્રા;
વ્યોમ-શબ્દ-તન્માત્રા તેમજ આંખ અને દૃશ્ય પદાર્થો,
કાન અને સુણવાની વસ્તુ, નાક સુંઘવાના ભાગો;
જીભ, જીભના વિષયો, તેમજ ત્વચા, સ્પર્શની વસ્તુ બધી,
વાણી, શબ્દ, હાથ ને વસ્તુ, ઉપસ્થ તેના વિષય વળી;
ગુદા અને મલ, પાય તેમ જે સ્થાન જવાનું હોયે તે,
મનબુદ્ધિ ને ચિત્ત આશ્રયે પરમાત્માને સર્વ રહે. ॥૮॥