પ્રશ્નોપનિષદ

Fourth Question, Verse 03-05

ઊંઘમાં કોણ જાગે છે  - ઊંઘને યજ્ઞનું રૂપક

प्राणाग्रय एवैतस्मिन् पुरे जाग्रति ।
गार्हपत्यो ह वा एषोऽपानो व्यानोऽन्वाहार्यपचनो
यद्गार्हपत्यात् प्रणीयते प्रणयनादाहवनीयः प्राणः ॥३॥

Pran-agraya evait asmin pure jagrati ।
Garhapatyo ha Va eso'pano vyano'nvahary apachano
Yad garhapatyat praniyate Pranayana dahavaniyah pranah ॥3॥

પાંચ પ્રાણનો અગ્નિ ત્યારે આ દેહમહીં જાગે છે,
નિદ્રારૂપી યજ્ઞ થાય ત્યાં પ્રાણ એકલો જાગે છે;
‘ગાર્હપત્ય’ છે અપાન અગ્નિ, વ્યાન ‘દક્ષિણાગ્નિ’ સાચે,
વ્યાનથી ઉઠે પ્રાણ તે ખરે આહવનીય કહ્યો અગ્નિ;
દક્ષિણાગ્નિથી આહવનીય લઈ જાયે છે યજ્ઞમહીં,
વ્યાનથકી પ્રાણ પ્રકટ થાયે, પ્રાણ કહેવાયે તેથી. ॥૩॥
*
यदुच्छ्वासनिःश्वासावेतावाहुती समं नयतीति स  समानः ।
मनो ह वाव यजमानः । इष्टफलमेवोदानः ।
स एनं यजमानमहरहर्ब्रह्म गमयति ॥४॥

Yad ucchvasanih svasavetav ahuti samam nayatiti sa samanah ।
Mano ha vava yajamanah । ista-phalam-evodanah ।
sa Enam yajamana maharahar brahma gamayati ॥4॥

શ્વાસોશ્વાસ હમેશાં ચાલે, તે છે આહુતિ યજ્ઞતણી,
તે આહુતિની દ્વારા પોષકતત્વ દેહને જાય મળી;
તે તત્વોને સમાનભાવે સમાનવાયુ પહોંચાડે,
તેથી તે છે હોતા; મન તે છે યજમાન અહીં સાચે.
જેમ યજ્ઞના ફલથી ભોગો યજમાન મહા માણે છે,
ઉદાન સાથે મળી તેમ મન હૃદયગુફામાં જાયે છે.
જીવાત્મા ત્યાં મનની દ્વારા નિદ્રાસુખને માણે છે,
રોજરોજ આ રીતે અનુભવ નિદ્રામાંહી ચાલે છે. ॥૪॥
*
अत्रैष देवः स्वप्ने महिमानमनुभवति ।
यद्दृष्टं दृष्टमनुपश्यति श्रुतं श्रुतमेवार्थमनुशृणोति
देशदिगन्तरैश्च प्रत्यनुभूतं पुनः पुनः
प्रत्यनुभवति दृष्टं चादृष्टं च श्रुतं चाश्रुतं चानुभूतं चाननुभूतं
च स्च्चासच्च सर्वं पश्यति सर्वः पस्यति ॥५॥

Atraisa devah svapne mahimanam anubhavati ।
Yad drustam Drustam anupasyati Srutam
Srutam evartham anusrunoti desa-digant-araischa Pratyanubhutam
Punah punah pratyanubhavati drustam chadrustam cha srutam
Cha srutam Ch anubhutam ch ananubhutam cha
Scchasaccha sarvam pasyati sarvah Pasyati ॥5॥

જીવાત્મા એ સ્વપ્નમહીં નિજ સંસ્કારોને દેખે છે,
દેખ્યું માણ્યું કૈંકવાર તે માણે છે ને દેખે છે,
જુદાં જુદાં સ્થળમાં જે વિષયો અનુભવેલ હોયે તેને,
ફરી ફરી તે અનુભવ કરતો, જુદીજુદી રીતે તેને.
જોઈ હોય ન જોઈ તેવી, સુણી વળી ના જ સુણેલી,
સત્યઅસત્ય અનેક વસ્તુ ને ઘટના તે રે’છે દેખી. ॥૫॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.