Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમને જોયા વિના મારી દશા કેવી કરુણ થઈ જાય છે
તેની કલ્પના તમને આવી શકે છે ?

મારું હૃદય રડુરડુ થઈ જાય છે, ને રોમેરોમ તમને મળવા માટે તલપાપડ થાય છે.
શેરડીના સાંઠાને પીલવામાં આવે છે ત્યારે તેની જે દશા થાય છે,
તેવી કરુણ દશા મારા મનની પણ થઈ જાય છે.

બોલવાનું બનતું નથી, વિચારવાનું પણ બનતું નથી,
બસ, તમારી રસીલી મુખાકૃતિને યાદ કરીને હૃદય રડ્યા કરે છે, ને પોતાનો ભાર હળવો કરે છે.
આ વાતની તમને કલ્પના હોત, જાણ હોત,
તો તમે મારાથી એક પળ પણ દૂર ના રહી શકત.

- શ્રી યોગેશ્વરજી