Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જીવનભર મેં કોઈની પાસે હાથ લંબાવ્યો નથી કે ભિક્ષા માગી નથી.
પ્રેમ ને ગૌરવથી ઊંચા રાખેલા મસ્તકને મેં તમારાં ચરણોમાં નમાવી દીધું છે,
ને તમારી પાસે આજે ભિક્ષા માગી રહ્યો છું કે મને તમારા પરિપૂર્ણ પ્રેમનું દાન કરો.
તમારી કૃપાથી મારા પ્રાણને પ્રસન્ન ને પુલકિત કરી દો ને મને કૃતાર્થ કરો.

હું જાણું છું કે આવી મોટી મહેચ્છા માટે મારી કોઈ ખાસ લાયકાત નથી.
છતાં મારું દિલ તમને ચાહે છે ને તમારે માટે તલસે છે એ એક હકીકત છે.
તેને લક્ષમાં લઈને તમે કૃપા કરી દો તો હું મારું મોટું નસીબ માનીશ.

- શ્રી યોગેશ્વરજી