Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રેમ થાય ને પુષ્કળ થાય -
તમારા પ્રેમની વર્ષા મારા પર અનંતધારે વરસ્યા કરે,
પણ હૃદય તેને જીરવવાની શક્તિ મેળવે એવી કૃપા કરી દો.
હે અંતર્યામી, એવી કૃપા કરી દો.

સંપત્તિ ને સિદ્ધિ સાંપડે ને પૂરતા પ્રમાણમાં સાંપડે,
પણ જીવનમાં તેનો સદુપયોગ થાય, એવી કૃપા કરી દો.
હે અંતર્યામી, એવી કૃપા કરી દો.

જ્ઞાનનું ગૌરવગીત પોતાની મહાનતાથી જીવનમાં સદા જાગ્યા કરે,
પણ જ્ઞાનનું ગુમાન ના ઉઠે એવી કૃપા કરી દો.
હે અંતર્યામી એવી કૃપા કરી દો.

તપશ્ચર્યાના તાપથી તન, મન ને વચન નિર્મળ બને
ને ઈન્દ્રિયોનો સંયમ સહેલો થાય,
પણ તમારી વિસ્મૃતિ એક વિપળ પણ થાય નહિ એવી કૃપા કરી દો.
હે અતંર્યામી, એવી કૃપા કરી દો.

- શ્રી યોગેશ્વરજી