Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે જાણો છો કે મારી પાસે ધન નથી
ને તમને ધનની સ્પૃહા પણ ક્યાં છે ?
તમને ખબર છે કે મારી પાસે વૈભવ ને ઐશ્વર્ય નથી
ને તમને વૈભવ ને ઐશ્વર્યની કામના પણ ક્યાં છે ?
મારામાં રૂપ નથી, ગુણ નથી, જ્ઞાન નથી ને બળ પણ નથી.
કોઈ અલૌકિક સામર્થ્યનો પણ મારામાં અભાવ છે,
ને તમને તેની જરૂરે ક્યાં છે ? તરસે ક્યાં છે ?

તમે તો મારા પ્રેમમાં જ મગન છો.
હું જાણું છું કે તે પ્રેમ ઘણો અલ્પ છે
છતાં તમે તેના આસ્વાદનો અનુભવ કરવામાં જાણે કે તમારું સૌભાગ્ય સમજો છો
ને મને તમારા અંતરના અંતરતમમાંથી પ્રેમ કરો છો
એ મારે માટે ઓછા આનંદની વાત નથી.
સ્નેહ અને સમજના સંબંધો પર રચાયેલો આપણો પ્રેમ,
એટલે જ કહું છું કે બધું મરશે, પણ અમર રહેશે.

- શ્રી યોગેશ્વરજી