શ્વેતાશ્વતર ઉપનિષદ

Chapter 4, Verse 20

न संदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् ।
हृदा हृदिस्थं मनसा य एनमेवं विदुरमृतास्ते भवन्ति ॥२०॥

na sandrse tisthati rupamasya
na chaksusa pasyati kaschanainam ।
hrda hrdistham manasa ya ena-
mevam viduramrtaste bhavanti ॥ 20॥

દિવ્યરૂપ તે પ્રભુનું કો’દી દૃષ્ટિ સામે ના આવે,
કોઈપણ પ્રાકૃત નેત્રોથી તે ઈશ્વરને ના ભાળે;
ભક્તિભર્યા મન ને અંતરથી તે પ્રભુની ઝાંખી થાયે,
દિવ્ય આંખથી જોઈ લે તે અમૃતરૂપ બની જાયે. ॥૨૦॥

અર્થઃ

અસ્ય - આ પરમાત્માનું
રૂપમ્ - સ્વરૂપ
સંદૃશે - દૃષ્ટિ સમક્ષ
તિષ્ઠતિ ન - ઉભું રહેતું નથી
એનમ્ - આ પરમાત્માને
કશ્ચન - કોઇપણ
ચક્ષુષા - ચક્ષુથી
ન પશ્યતિ - જોઇ શકતું નથી.
યે - જે
એનમ્ - આ
હૃદિસ્થમ્ - હૃદયમાં રહેલા પરમાત્માને
હૃદા - ભક્તિપૂર્ણ હૃદયે (અને)
મનસા - દ્રઢ નિર્મળ મનથી
એવમ્ - આવી રીતે
વિદુઃ - જાણી લે છે.
તે- તે
અમૃતાઃ - અમૃત સ્વરૂપ
ભવન્તિ - બની જાય છે.

ભાવાર્થઃ

એ પરમાત્માને સ્થૂળ, મલિન, વાસનાયુક્ત, ચર્મચક્ષુથી કોણ જોઇ શકે ? કોઇપણ નહિ. એમના દર્શન માટે તો સ્થૂળને બદલે સૂક્ષ્મ અને પ્રાકૃતને બદલે દિવ્ય દૃષ્ટિની જ આવશ્યકતા હોય છે. ભક્તિભાવથી ભરેલા, નિર્મળ મનના સત્પુરુષો એમના અલૌકિક અનુગ્રહથી એમની ઝાંખી કરી શકે છે. એ પરમાત્મા હૃદયપ્રદેશમાં વિરાજે છે. ત્યાં સાધના દ્વારા એમના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાથી જીવન શાંતિથી સંપન્ન, સુખમય અને અમૃતમય બને છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.