Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા માટેનો પ્રેમ મારા પ્રાણમાં કેટલો પ્રબળપણે પ્રકટી ઊઠ્યો છે તે કેમ કરીને કહી બતાવું ? તમે મારા કોમળ કાળજાને કામણ કર્યું છે. એની અંદર તમારું કાયમનું આસન થયું છે.

યુગોયુગ હું તમને આમ જ પ્રેમ કરતો આવ્યો છું. આ જીવનમાં પણ જાગ્યો ત્યારથી શોધતો આવ્યો છું. હવે તો કેટલાય વખતથી મેં તમને મારું સર્વસ્વ ધર્યું છે.

સંસારના અણુપરમાણુમાં પ્રકટેલા તમારા સ્વરૂપને સ્નેહ, સુંદરતા, માર્દવ, મધુરતાના રૂપમાં વિલોકીને મેં વંદન કર્યું છું; હૈયું ધર્યું છે. તમારું દેવદુર્લભ દર્શન એ રીતે મારે માટે સહજ થયું છે.

(૧૨-૨-૧૯૬૦, શુક્રવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)