Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આઠ વરસે પિતાજી ચાલ્યા ગયાં
તે પછી પૂરાં પચાસ વરસ સુધી
તમે પૃથ્વી પર રહ્યાં માતાતણાં
પાઠને ભજવી વિવિધ સંકટ સહી.

અભાવો વચ્ચે ટકાવી ભાવને
સુધા બનતાં સોમલે જીવનમહીં.
આઠ વરસે પિતાજી ચાલ્યા ગયા
તે પછી ઇતિહાસ સરજાઇ ગયો

અવનવો અધ્યાત્મનો સંસારનો
તમે તેનાં મૂક ને સક્રિયશાં
બન્યાં સાક્ષી, ધન્ય જીવનને કરી
પ્રેરણાઓ ભગ્ન અંતરને ધરી.

શ્રાદ્ધ શ્રદ્ધાયુક્ત જીવનથી કર્યું
અમે એનું એટલે ગૌરવ ગણ્યું.

- શ્રી યોગેશ્વરજી