Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે છોડી સર્વે વિષય જગનાં જંગલ રહ્યાં;
યુવાનીમાં છોડી ગૃહસ્વજનસંપત્તિ સુખદા
તજી પર્યંકોને પ્રતિદિવસ પૃથ્વી પર સૂતાં;
સહ્યાં કષ્ટો સ્નેહે હિમગિરિતણાં તીર્થસ્થળમાં;

ઘણાં સર્પો રીંછો પશુ વિવિધ ને વ્યાઘ્ર વચમાં
વિપત્તિને વેઠી; મન વશ કરી ઈન્દ્રિયતણાં
તમે નાથ્યા અશ્વો અનવરત ડૂબ્યાં રસમહીં;
મને દીસે બીજું પુનિત ખલું દ્રષ્ટાંત જ નહીં.

તજે આત્મા માટે મનુજ સુખ સંપત્તિપદને,
અરણ્યે એકાંતે તપરત બને ઇશચરણે,
સમર્પે સામગ્રી સકળ જગની ધ્યાન ધરવા;
તમે કિન્તુ છોડ્યું સકળ મુજ માટે વનમહીં

રહેવાને સાથે પરમસુખના શ્વાસ ધરતાં;
તમારો તો દૈવી અતુલ અદકો ત્યાગ જગમાં.

- શ્રી યોગેશ્વરજી