Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એવી થઇ વિરલ માત સમાજમાં આ
જેણે સુનીતિમય પંથ સુપુત્રકેરો
કીધો પ્રશસ્ત અનૂકુળ રહી સદાયે
અધ્યાત્મરંગમય જીવન જીવવાને.

એવી થઇ વિરલ માત વળીય થોડી
સાથે રહી નિજ સુપુત્રતણી કરીને
સેવા કર્યું સફળ જીવન જેમણે આ
કોલાહલે વિજનમાં વસતાં હમેંશા.

માતા તમે વિરલ છેક હતાં અનોખાં
સાથે રહી તપ કર્યું વિપદા સહીને
અર્પ્યો અમૂલ્ય સહયોગ સુપુત્રને ને
એની સમસ્ત સમજ્યાં શુચિ સાધનાને.

માતા છતાં સુહૃદ શ્રેષ્ઠ બન્યાં તમે તો
શિષ્યા સહાયક સખા પરિચારિકા વા.

 - શ્રી યોગેશ્વરજી