માણસનો છેલ્લો સમય આવે ત્યારે એના જીવનભરની સાધનાની કસોટી થાય છે. એ વખતે જો એનું મન ચંચળ બની વિષયોમાં દોડાદોડ કરતું હોય તો સમજવું કે એની સાધના અધૂરી હતી. પરંતુ અંત સમયે જો એ સ્વસ્થ રહી શકે, શાંત અને પ્રસન્ન રહી શકે તો સમજવું કે એના જીવનની સાધના પૂરી થઈ. આંખ મીંચાય ત્યારે માણસ આટલા શબ્દો જ કહી કે અનુભવી શકે - I have done my duty - તો એનું જીવન સફળ સમજવું.






















