સુવર્ણ ના મારી પાસે જેનું તને દાન કરી
પ્રેમનો દર્શાવું મારો પૂરેપૂરો ભાવ;
હીરા નથી, મૌક્તિક ના, દ્રવ્ય નથી, ફલ નથી,
મહામૂલા વસ્ત્ર નથી, નથી ઘરબ્હાર.
રાજપાટને તો તારે કાજે કરી દીધાં ત્યાગ,
કીર્તિ તજી તજ્યા નાનાવિધ રંગરાગ,
એવું તે દઉં તને શું દાન જેને યાદ કરી
રોજ રાખે પ્રેમ થકી પ્રાણ થકી પાસ.
સામાન્ય ને રંક હું તો ભિક્ષુ, તોય આપેલું તે
સ્વીકાર્યું છે પુષ્પ, મારા પ્રાણનું તે રાત ?
- શ્રી યોગેશ્વરજી