Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સત્તા ને કીર્તિના ઉચ્ચતમ શિખર પરથી ઊતરીને
ચીંથરેહાલ શરીરે હું તારી પાસે આવ્યો છું,
ને મારા દંભી, અહંકારી અંતરને
અશ્રુની ધારાઓ દ્વારા તારા ચરણ પર ઢાળી રહ્યો છું.

સદા ઊંચું રહેવાને ટેવાયેલું મારું મસ્તક
આજે એકાએક તારી ચરણધૂલિમાં ઢળી પડ્યું છે;
ને મારું સર્વ જ્ઞાન મારા મુખના પોકારમાં સરી રહ્યું છે.

આજ સુધી હું તારા પ્રેમરસને ચાખી શક્યો ન હતો,
કેમ કે મારી શોધ તારા પ્રેમપ્રસાદ જેવા જગતમાં કે તારી કૃપામાં જ સમાતી હતી.
અને હવે આજે,
જ્યારે શણગારોને છિન્નભિન્ન કરી દઈ
ને ફક્ત તારી ધૂલિમાં આળોટું છું ત્યારે ...
ત્યારે જ, સમજું છું
કે પ્રેમનું પરમ સ્થાન ક્યાં છે ?

- શ્રી યોગેશ્વરજી