Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાન દયાળુ છે.
ગુણાગાર છે, રૂપ તેમનું અતિ રઢિયાળું છે;
પ્રેમ તેમ કરુણાના સાગર, ખૂબ કૃપાળુ છે ... ભગવાન દયાળુ છે.

તું ચિંતા શાને કરે, હેતુ કૈં ચિંતાથી ના સરે;
પુકાર એને અંતરથી ના ઉત્તર કેમ મળે;
ચિંતા હરશે, પીડા ટળશે, અંતર્યામી એ ... ભગવાન દયાળુ છે.

અંધકાર ને અશાંતિ જોઈ રોદન કેમ કરે?
ધીરજ ને હિંમત છોડીને કેમ વિષાદ ધરે?
પ્રકાશ પૂરણ શાંતિપ્રદાયક છે વરદાયક એ ... ભગવાન દયાળુ છે.

અનાથ સમજે નિજને શાને, વિહ્વલ કેમ બને?
દીન બનીને બેસે શાને છેક મરેલ મને?
નાથ બધાંના, દીનબંધુ ને જીવન જગના એ ... ભગવાન દયાળુ છે.

શરણ લઈ લે, પ્રેમ કરી લે, તાપ બધા ટળશે;
આશા એકલ રાખ એમની, ધન્ય તને કરશે.
ભક્તનવત્સલ, ભક્તોના એ પ્રાણપ્રદાયક છે ... ભગવાન દયાળુ છે.

રક્ષા કરવા સદા ઉભા છે, શંકા ના કર તું;
‘પાગલ’ કહે તલસ પ્રેમે તો ના જ અશક્ય કશું.
પ્રતિજ્ઞા નહીં ભૂલે એ તો પરમ સત્યમય છે ... ભગવાન દયાળુ છે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit