प्रभु के स्वरूप का वर्णन
(चौपाई)
सरद मयंक बदन छबि सींवा । चारु कपोल चिबुक दर ग्रीवा ॥
अधर अरुन रद सुंदर नासा । बिधु कर निकर बिनिंदक हासा ॥१॥
नव अबुंज अंबक छबि नीकी । चितवनि ललित भावँती जी की ॥
भुकुटि मनोज चाप छबि हारी । तिलक ललाट पटल दुतिकारी ॥२॥
कुंडल मकर मुकुट सिर भ्राजा । कुटिल केस जनु मधुप समाजा ॥
उर श्रीबत्स रुचिर बनमाला । पदिक हार भूषन मनिजाला ॥३॥
केहरि कंधर चारु जनेउ । बाहु बिभूषन सुंदर तेऊ ॥
करि कर सरि सुभग भुजदंडा । कटि निषंग कर सर कोदंडा ॥४॥
(दोहा)
तडित बिनिंदक पीत पट उदर रेख बर तीनि ॥
नाभि मनोहर लेति जनु जमुन भवँर छबि छीनि ॥ १४७ ॥
*
MP3 Audio
*
પ્રભુના સ્વરૂપનું વર્ણન
મુખડું શરદપૂનમનો ચંદ્ર, સુંદર મંગલ શીતલ વંદ્ય,
આંખ અધર આકર્ષક ગાલ, ગ્રીવા શંખસમી, મધુ ભાલ;
સુંદર દાંત નાસિકા શી, વાત કરું શું અભિનયની,
ચારુ ચંદ્રકિરણોથી સ્મિત, પ્રગટ થયું જાણે નવનીત.
નેત્રો કમળસમાં કમનીય, ચિત્તાકર્ષક ને દૃષ્ટિય;
ભ્રમર મનોજ ધનુષ શોભાહર, તિલક લલાટ ઉપર અભયંકર.
મુકુટ મસ્તકે કુંડળ કાને, કાળા કેશ આવતા ધ્યાને,
ભ્રમરસમૂહ સમા લાગે, પૂજ્યભાવ જોતાં જાગે.
ઉર શ્રીવત્સ રુચિર વનમાળ, મણિભૂષણ રત્નજડિત હાર.
સોહે કેસરી સિંહસમી ગરદન જાણે ભર્યું અમી,
યજ્ઞોપવીત ત્યાં સોહે, બાહુવિભૂષણ મન મોહે.
કરિકરસમા સુભગ ભુજદંડ, કટિ નિષંગ, કર શર કોદંડ.
(દોહરો)
ચારુ અધિક ચપલાથકી પીતાંબર ન્યારું,
ઉદર ઉપર સુંદર સુભગ ત્રણ રેખા ભાળું;
યમુનાના આવર્તની શોભાથી વધતી
નાભિતણી શોભા સુખદ અમૃતથી અદકી.

