विश्वामित्र महाराजा जनक को राम-लक्ष्मण का परिचय देते है
(चौपाई)
कहहु नाथ सुंदर दोउ बालक । मुनिकुल तिलक कि नृपकुल पालक ॥
ब्रह्म जो निगम नेति कहि गावा । उभय बेष धरि की सोइ आवा ॥१॥
सहज बिरागरुप मनु मोरा । थकित होत जिमि चंद चकोरा ॥
ताते प्रभु पूछउँ सतिभाऊ । कहहु नाथ जनि करहु दुराऊ ॥२॥
इन्हहि बिलोकत अति अनुरागा । बरबस ब्रह्मसुखहि मन त्यागा ॥
कह मुनि बिहसि कहेहु नृप नीका । बचन तुम्हार न होइ अलीका ॥३॥
ए प्रिय सबहि जहाँ लगि प्रानी । मन मुसुकाहिं रामु सुनि बानी ॥
रघुकुल मनि दसरथ के जाए । मम हित लागि नरेस पठाए ॥४॥
(दोहा)
रामु लखनु दोउ बंधुबर रूप सील बल धाम ।
मख राखेउ सबु साखि जगु जिते असुर संग्राम ॥ २१६ ॥
*
MP3 Audio
*
વિશ્વામિત્ર મહારાજા જનકને રામ-લક્ષ્મણનો પરિચય આપે છે
કહો કોણ આ સુંદર બાળ, મુનિકુળતિલક નૃપકુળપાળ,
નેતિનેતિ જે નિગમ કહે, મુનિવર જેનો મર્મ લહે,
તે જ તત્વ આ ઉભયતણું સ્વરૂપ ધારી મૂર્ત બન્યું,
પરબ્રહ્મ સ્વયં પ્રગટ થયા ભક્તોકાજ કૃપાળુ બન્યા ?
સહજ વિરાગરૂપ મુજ મન મુગ્ધ બનીને વિસરે તન,
ચકિત ચંદ્રથી બને ચકોર એમ અનુભવે રસને ઓર.
ગુણજ્ઞ ભાવે પ્રશ્ન કરું, જિજ્ઞાસાને સત્ય ધરું,
સત્ય સ્વરૂપ કહો મુજને ઉભય કિશોરોનું પ્રણયે.
જોતાંવેંત જ અતિ અનુરાગ અનુભવી બને મન બડભાગ,
પરમ બ્રહ્મસુખને ત્યાગે મૂર્તિ મધુર જોવા માગે.
વિશ્વામિત્રે કહ્યું સપ્રેમ તમે યથાર્થ જણાવ્યું એમ.
વચન અસત્ય તમારાં ના, તમે મર્મ ના સમજો કાં ?
પ્રિય છે સૌને આ જગમાં, સૌની રમી રહ્યા રગમાં.
રામ સુણીને મંદ હસ્યા પરંતુ શબ્દ કહ્યા ન કશા.
રઘુકુળમણિ દશરથના પુત્ર, મુનિએ બદલ્યું વાર્તાસૂત્ર,
મુનિહિત માટે વન આવ્યા, નૃપતિએ સસ્નેહ વળાવ્યા.
(દોહરો)
રૂપ શીલ બલ ધામ બે બાંધવ લક્ષ્મણ રામ;
રક્ષા યજ્ઞતણી કરી હતી અસુર સંગ્રામ.
પરાક્રમ જગત એમનું પૂર્ણપણે જાણે,
દાનવ દેવો એમના પ્રભાવને માને.

