Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भवानी का सीता को आशीर्वाद
 
(चौपाई)
सेवत तोहि सुलभ फल चारी । बरदायनी पुरारि पिआरी ॥
देबि पूजि पद कमल तुम्हारे । सुर नर मुनि सब होहिं सुखारे ॥१॥

मोर मनोरथु जानहु नीकें । बसहु सदा उर पुर सबही कें ॥
कीन्हेउँ प्रगट न कारन तेहीं । अस कहि चरन गहे बैदेहीं ॥२॥

बिनय प्रेम बस भई भवानी । खसी माल मूरति मुसुकानी ॥
सादर सियँ प्रसादु सिर धरेऊ । बोली गौरि हरषु हियँ भरेऊ ॥३॥

सुनु सिय सत्य असीस हमारी । पूजिहि मन कामना तुम्हारी ॥
नारद बचन सदा सुचि साचा । सो बरु मिलिहि जाहिं मनु राचा ॥४॥

(छंद)
मनु जाहिं राचेउ मिलिहि सो बरु सहज सुंदर साँवरो ।
करुना निधान सुजान सीलु सनेहु जानत रावरो ॥
एहि भाँति गौरि असीस सुनि सिय सहित हियँ हरषीं अली ।
तुलसी भवानिहि पूजि पुनि पुनि मुदित मन मंदिर चली ॥

(सोरठा)
जानि गौरि अनुकूल सिय हिय हरषु न जाइ कहि ।
मंजुल मंगल मूल बाम अंग फरकन लगे ॥ २३६ ॥

*
MP3 Audio

*
 
માતા ભવાની સીતાને આશીર્વાદ અર્પે છે
 
સેવ્યાથી સ્નેહે તુજને શ્રદ્ધાથી ભરપૂર મને
સુલભ થાય છે ચારે ફળ, બની જાય જીવન ઉજ્જવળ.
 
ભજીને તારાં ચરણકમળ માનવ દેવ તથા મુનિવર
સુખી શાંત ને ધન્ય બને પુરારિપ્રિય વરદાયિની હે!
 
જાણે માત મનોરથ મારા, વસે સર્વ ઉરનગરે ન્યારા;
પ્રગટ કર્યા ના એથી મેં, વદી જાનકી વંદીને.
 
વિનય પ્રેમવશ માત થઇ, કંઠે સરકી માળ રહી,
મંદ મધુર એ મૂર્તિ હસી આશિષને અર્પવા કશી.
 
માન્યો એને મહાપ્રસાદ કૃપાતણો મંગલ વરસાદ;
વચનને સુણી માતતણાં શમી ગયો સઘળો અવસાદ.
 
સીતા અર્પું આશીર્વાદ, મિથ્યા થશે ન મારી વાત,
મનોકામના પૂર્ણ થશે, નારદવચન સત્ય બનશે,
મન લાગ્યું જેમાં પ્રતિપળ મળશે શ્રેષ્ઠ તને તે વર.
 
(દોહરો)           
મન જેમાં લાગી ગયું જેમાં સ્નેહ કરી
સ્વભાવસુંદર શ્યામ વર રહેશે તને મળી.
 
કૃપાસિંધુ સર્વજ્ઞ તે સ્નેહ શીલ જાણે,
સ્વલ્પ સમર્પણ સ્નેહનું અધિક કરી માને.
 
સખી સાથ સીતા પરમ પામી આશીર્વાદ.
હરખી મંગલ વરસતાં અનુગ્રહનો વરસાદ.
 
પૂજી ગૌરીને પછી પ્રેમે વારંવાર,
સીતા પ્રસન્ન ચિત્તથી ચાલી તરત બહાર.
 
સમજી સર્વપ્રકાર એ ગૌરીને અનુકૂળ,
પ્રગટયું સીતાના ઉરે ઉલ્લાસ તણું પૂર.
 
વામ અંગ ફરકી રહ્યું મંજુલ મંગલમૂળ,
ચિત્ત થયું સાર્થક થઇ ચાહમહીં ચકચૂર.